Mukhya Samachar
Sports

ઋષભની નાની ઉમરમાં મોટી સિધ્ધી: જાણો કેવી રીતે બન્યો દિલ્હી કેપિટલનો સફળ કેપ્ટન

Rishabh's great achievement at a young age: Learn how to become a successful captain of Delhi Capital
  • દિલ્લીએ પંજાબ કિંગ્સને 17 રનથી પરાજય આપ્યો
  • ઋષભ પંતને દિલ્લી કેપિટલ્સે 16 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો હતો
  • પંજાબ કિંગ્સ સામે જીત પછી પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

 ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની સિઝનમાં દિલ્લી કેપિટલ્સની ટીમ પ્લેઓફની રેસમાં હજુ પણ ટકેલી છે. સોમવારે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્લીએ પંજાબ કિંગ્સને 17 રનથી પરાજય આપ્યો. આ જીતની સાથે ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્લી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવી ગઈ છે. પંજાબ કિંગ્સ સામે જીત પછી પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પંત હવે જીતની ટકાવારી (મિનિમમ 10 મેચ)ના આધારે દિલ્લી કેપિટલ્સનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. પંતે આ મામલામાં વીરેન્દ્ર સેહવાગ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને પાછળ મૂકી દીધા છે.પંત અત્યાર સુધી દિલ્લી કેપિટલ્સ માટે 29 મેચમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. જેમાંથી ટીમને 16 મેચમાં જીત મળી છે.

Rishabh's great achievement at a young age: Learn how to become a successful captain of Delhi Capital

પંતની જીતની ટકાવારી 56.89 ટકા રહી છે. વીરેન્દ્ર સેહવાગની વાત કરીએ તો તેણે 52 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી. જેમાંથી 28 મેચમાં જીત મળી હતી. તેની કેપ્ટનશીપની ટકાવારી 53.84 ટકા રહી. જ્યારે શ્રેયસ અય્યરે 41 મેચમાં ટીમની કમાન સંભાળી હતી. જેમાં તેને 21 મેચમાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. તેની કેપ્ટનશીપની જીતની ટકાવારી 53.65 ટકા રહી છે.આઈપીએલ 2022ની મેગા હરાજીમાં ઋષભ પંતને દિલ્લી કેપિટલ્સે 16 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો હતો. પંતે છેલ્લી સિઝનમાં પણ ટીમની કમાન સંભાળી હતી. જ્યારે ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. બેટિંગની વાત કરવામાં આવે તો પંતે હાલની સિઝનમાં 13 મેચમાં 30.10ની એવરેજથી 301 રન બનાવ્યા છે. પરંતુ તેમાં એકપણ ફિફ્ટી કે સેન્ચુરીનો સમાવેશ થતો નથી.

Related posts

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કરી કમાલ! શ્રીલંકા સામે ટી-20 સિરીઝની પ્રથમ મેચ કરી પોતાના નામે

Mukhya Samachar

લખનઉએ કોલકાતાની બાજી પલટી, મેળવી IPLમાં રોમાંચક જીત

Mukhya Samachar

મુંબઇ ઇન્ડિયન્સની સતત આઠમી હાર પર નારાજ થયેલ રોહિત શર્મા ભાવુક થઇને બોલ્યો કઇક આવું!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy