Mukhya Samachar
Sports

આ કીલર પ્લેયરની 8 મહિના બાદ રોહિત શર્માએ કરાવી ટિમ ઈન્ડિયામાં વાપસી

rohit-sharma-made-this-killer-player-return-to-team-india-after-8-months
  • અશ્વિન લોઅર ક્રમે વિસ્ફોટક બેટીંગ કરવામાં માહેર છે
  • રવિચંદ્રન અશ્વિનના સ્વિંગ બોલને રમવુ સરળ નથી
  • કોઈ પણ બેટર ક્રમને ધ્વસ્ત કરી શકે છે

ભારતીય ટીમ વન-ડે શ્રેણી બાદ હવે રોહિત શર્માની કેપ્ટનશિપમાં પાંચ ટી-20 મેચની શ્રેણી રમશે. ટી-20 શ્રેણીમાં ઘણા સ્ટાર ખેલાડીઓની વાપસી થઇ છે. જેમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. ભારતીય ટીમમાં એક સ્ટાર ખેલાડીની 8 મહિના બાદ વાપસી થઇ છે. આ ખેલાડી થોડા બોલમાં મેચની દિશા બદલવામાં માહેર છે.

rohit-sharma-made-this-killer-player-return-to-team-india-after-8-months

રવિચંદ્રન અશ્વિન લોઅર ક્રમે વિસ્ફોટક બેટીંગ કરવામાં માહેર છે. તેમણે પોતાની બેટીંગથી ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે છ સદી નોંધાયેલી છે. તો આઈપીએલ 2022માં તેમણે રાજસ્થાન રૉયલ્સની તરફથી રમી એક તોફાની અર્ધસદી પણ ફટકારી હતી. વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર તેઓ ભારતીય ટીમ માટે ફાયદારૂપ સાબિત થઇ શકે છે.

રવિચંદ્રન અશ્વિનના સ્વિંગ બોલને રમવુ સરળ નથી. તેની પાસે અપાર અનુભવ છે. જે ભારતીય ટીમને કામ આવી શકે છે. અશ્વિનના ગુગલી બોલને રમવા એટલા સરળ નથી. કેરમ બૉલ ફેંકવા માટે તેઓ મહારથી છે. અશ્વિન ફટાફટ પોતાની ઓવર પૂરી કરી દે છે અને ઘણા અસરકારક પણ સાબિત થાય છે.

rohit-sharma-made-this-killer-player-return-to-team-india-after-8-months

અશ્વિન પાસે એવી કલા છે કે તે કોઈ પણ બેટર ક્રમને ધ્વસ્ત કરી શકે છે. અશ્વિને પોતાની અંતિમ ટી-20 મેચ નવેમ્બર 2021માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. ત્યારબાદ ફરીથી હવે તેમને તક મળી છે. વેસ્ટ ઈન્ડીઝ ટૂર પર સારું પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરશે.

Related posts

શાનદાર ઈનિંગ રમી રવિચંદ્રન અશ્વિને કહ્યું કઈક આવું

Mukhya Samachar

ભારતીય ટીમના દિગ્ગજ બોલરે ક્રિકેટ જગતને કહ્યું અલવિદા..

Mukhya Samachar

રોહિતની ઇજાદાર સિક્સ! સિક્સ મારતા સ્ટેડિયમમાં બેઠેલી બાળકીને વાગ્યો બોલ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy