Mukhya Samachar
National

ડોલર સામે રુપિયાએ તોડ્યો અત્યાર સુધીનો રેકોર્ડ: 1 ડોલરની કિંમત થઈ 83 રુપિયા

Rupee breaks all-time record against dollar: 1 dollar becomes 83 rupees

છેલ્લા ઘણા સમયથી ડોલર સામે રુપિયાની ધોવાણ યાત્રા ચાલુ છે અને હવે તેમાં વધારો થયો છે. બુધવારે પહેલી વાર ડોલર સામે ભારતીય રુપિયો વધારે ઘસાયો હતો અને એક ડોલરની કિંમત 83 રુપિયાને પાર પહોંચી હતી. બુધવારે ડોલર સામે રુપિયો 61 પૈસા વધારે તૂટ્યો હતો. રુપિયામાં આવેલી આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.

Rupee breaks all-time record against dollar: 1 dollar becomes 83 rupees

રુપિયો 83ને પાર પહોંચતા દેશમાં મોંઘવારી વધશે તે નક્કી છે. રૂપિયાના ઘટાડા પર બોલતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રમુખ દિનેશ ખારાએ કહ્યું કે ડોલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે ભારતીય રૂપિયો અનિવાર્યપણે નબળો પડ્યો છે, પરંતુ અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓની મુદ્રાઓની તુલનામાં તેની પકડ સારી છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રમુખ દિનેશ ખારાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંક દ્વારા જે વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તે અન્ય દેશોની તુલનામાં ભારતમાં વધુ અસર કરશે નહીં.

Related posts

રાહતના સમાચાર: યુક્રેનમાં ફસાયેલા ભારતીયો આવશે સ્વદેશ પરત

Mukhya Samachar

માલદીવની રાજધાની માલેમાં આગ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત! એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

Mukhya Samachar

બિહારમાં ચોમાસાની શરૂઆતે જ વિજળીએ એકજ દિવસમાં 7 લોકોના લીધા જીવ!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy