Mukhya Samachar
Entertainment

મરાઠી ફિલ્મ ધર્મવીરના ટ્રેલર લોન્ચિંગ સમયે સલમાન ખાને બાલાસાહેબ ઠાકરેની તસવીરને આપી શ્રદ્ધાંજલિ

Salman Khan pays tribute to Bala Saheb Thackeray's picture on the occasion of trailer launch of Marathi film Dharmaveer
  • શિવસેનાને નામઆપનારબાળા સાહેબ ઠાકરેનુ સન્માન આજે પણ ખૂબ છે.
  • સલમાન ખાન પણ બાલાસાહેબ ઠાકરેનુ ખૂબ સન્માન કરે છે.
  • મરાઠી ફિલ્મ ધર્મવીરના ટ્રેલર લોન્ચિંગનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર થયોવાઇરલ

આપણેસૌ કોઈ જાણીએ છીએ કે સલમાન ખાન બોલીવુડના ભાઈજાન છે. સોશ્યલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ પણ ઘણીછે. તસવીર હોય કે વીડિયો મિનિટોમાં વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન મંચ પર જૂતા ઉતારતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોતાં પહેલા તો લોકો સમજી શકયા નહીં, પરંતુ જ્યારે ઘટના વિશે જાણ્યુ તો સોશ્યલ મીડિયા પર ભાઈજાનના વખાણ થવા લાગ્યા.

Salman Khan pays tribute to Bala Saheb Thackeray's picture on the occasion of trailer launch of Marathi film Dharmaveer

શિવસેનાને નામ આપીને રાજકારણમાં પોતાનો સિક્કો ચલાવનાર બાલાસાહેબ ઠાકરેનુ સન્માન આજે પણ ખૂબ કરવામાં આવે છે. દુનિયામાં ભલે તે આજે નથી પરંતુ તેમના ચાહકો તેમની તસવીરનુ સન્માન પૂરા ભાવથી કરે છે. સલમાન ખાન પણ બાલાસાહેબ ઠાકરેનુ ખૂબ સન્માન કરે છે. તાજેતરમાં જ આનુ એક ઉદાહરણ તમને સ્ટેજ પર જોવા મળ્યુ, જ્યારે સલમાન ખાન બાલાસાહેબની તસવીરને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેમના સન્માનમાં જૂતા ઉતારી દીધા.

Salman Khan pays tribute to Bala Saheb Thackeray's picture on the occasion of trailer launch of Marathi film Dharmaveer

મરાઠી ફિલ્મ ધર્મવીરના ટ્રેલર લોન્ચિંગનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ ધર્મવીરના ટ્રેલર લોન્ચની ઈવેન્ટ મુંબઈની તાજ હોટલમાં રાખવામાં આવી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરેની સાથે બોલીવુડના કેટલાક દિગ્ગજ પહોંચ્યા હતા. સ્ટેજ પર બાળા સાહેબ સિવાય છત્રપતિ શિવાજી મહારાજ, બાળા સાહેબના પત્ની મીનાતાઈ ઠાકરે અને દિવંગત આનંદ દિગેની તસવીર લગાવાઈ હતી જેમના જીવન પર આધારિત આ ફિલ્મ બની હતી.

સલમાન ખાને આ તમામની તસવીર પર હાર ચઢાવ્યા પહેલા પોતાના જૂતા ઉતાર્યા બાદ શ્રદ્ધાંજલિ આપી હતી.સલમાન ખાનનો આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમના કેટલાક ફેન્સ આ વીડિયોને સતત સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યા છે. વીડિયોમાં સલમાનના આ સન્માનને જોઈ ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.

Related posts

ભારતીય વૈજ્ઞાનિક પર બનેલી ફિલ્મને કાન ફેસ્ટિવલમાં મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

Mukhya Samachar

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’નું શૂટિંગ અચાનક થયું બંધ! કારણ જાણી તમે પણ ચોકી જશો

Mukhya Samachar

સલમાનનો સ્વેગ કોલકાતામાં જોવા મળશે, ભાઈજાન ઈસ્ટ બંગાળ ગ્રાઉન્ડમાં આ સ્ટાર્સ સાથે કરશે પરફોર્મન્સ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy