Mukhya Samachar
Entertainment

સલમાન ખાન આગામી આ ફિલ્મમાં ત્રિપલ રોલ કરશે!

Salman Khan will play a triple role in the next film!
  • સલમાન ખાનની ત્રિપલ રોલ વાળી ફિલ્મ આવશે?
  • નો એન્ટ્રીની સિકવન્સ બનાવવામાં આવશે
  • બહુ જલદી જ આ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે
Salman Khan will play a triple role in the next film!
Salman Khan will play a triple role in the next film!

સલમાન ખાનની ફિલ્મ નો એન્ટ્રી સાલ ૨૦૦૫માં રિલીઝ થઇ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ટંકશાળ પાડી હતી. હવે લાંબા સમયથી આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે. જેનું નામ નો એન્ટ્રી મેં એન્ટ્રી હોવાનું કહેવાય છે. જોકે આ ફિલ્મની સિકવલ બનાવાની યોજનાની ચર્ચા ઘણી વખત થઇ છે, પરંતુ પછીથી પડતી મુકાઇ છે. જોકે હવે રિપોર્ટ  છે કે, આ ફિલ્મના આગલા ભાગની ફિલ્મસર્જકે તૈયારી શરૂ કરી દીધી છે.  સલમાન ખાને પોતાના જન્મદિવસે ફિલ્મ નો એન્ટ્રીની સિકવલની અનિસ બઝમી સાથેની ઘોષણા કરી હતી. સલમાને જણાવ્યું હતું કે તે બહુ જલદી જ આ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

Salman Khan will play a triple role in the next film!

રિપોર્ટના અનુસાર, નો એન્ટ્રીની સિકવલમાં સલમાન ખાન ટ્રિપલ રોલમાં જોવા મળવાનો છે. સલમાન ઉપરાંત આ ફિલ્મમાં અનિલ કપૂર અને ફરદીન ખાન પણ ટ્રિપલ રોલમાં જોવા મળશે. ફિલ્મસર્જકે આ નવ પાત્રો માટે નવ અભિનેત્રીઓને કાસ્ટ કરવામાં વ્યસ્ત છે. જેમાંથી ચાર અભિનેત્રીઓ અંગે નિર્ણય લેવાઇ ગયો છે. આ નવ અભિનેત્રીઓમાંથી બિપાશા બાસુ, સેલિના જેટલી , લારા દત્તા અને ડેઝી શાહ આ ફિલ્મમાં કામ કરવાના છે. ડેઝી સલમાનના કોઇ એક પાત્રની ઓપોઝિટ જોવા મળશે. ફિલ્મમાં તેનો કેમિયો અને એક ડાન્સ નંબર હશે.

Related posts

દિલ્હી ક્રાઇમ’ બીજી સીરિઝનું ટ્રેલર થયું લોન્ચ! શેફાલી શાહ જોવા મળી કઈક આવા અંદાજમાં

Mukhya Samachar

વર્ષોના ડેટિંગ બાદ બોલિવૂડનું આ કપલ કરશે લગ્ન!

Mukhya Samachar

પરેશ રાવલે શું રાખી એવી શરત જે સાંભળી મેકર્સને આવ્યા ચક્કર!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy