Mukhya Samachar
Gujarat

સૌરાષ્ટ્ર- ગુજરાત પર થયેલ મેઘ મહેરે થી અનેક જલશયો ભરાયા; જાણો ડેમોની સ્થિતિ

saurashtra-many-reservoirs-were-filled-from-megh-maher-on-gujarat-find-out-the-status-of-the-dems
  • ભાદર-૨ ડેમ ઓવરફ્લો થયો હોવાથી ૬૭ ગામોને પીવાના પાણીનો પ્રશ્ન થયો હલ થયો
  • ફોફળ ડેમ પણ મોડી રાત્રિના ઓવરફલો થયો હતો.
  • આંબાજળ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો

રાજ્યમાં ભારે વરસાદને કારણે વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે નદી, નાળા, જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. લાખો લોકોને પીવાનું અને કિસાનોને સિંચાઈ નીર પૂરું પાડતાં જે જળાશયો ખાલી કે અડધાં ભરેલાં હતાં, તેમાંથી કેટલાંક ડેનોમે સીઝનના એક જ સારા વરસાદે છલકાવી દીધાં છે. કુદરતના આ ચમત્કારથી વ્યાપક રાહત જણાઈ રહી છે. મોરબીમાં આવેલ મચ્છુ- ૩ ડેમ આજે સાંજે ભરાઈ ગયો છે, તો ગોંડલનો સેતુબંધ ડેમ આવરફલો થયો છે, આશાપુરા ડેમ છલોછલ ભરાઈ ગયો છે, તો વેરીતળાવને ઓવરફલો થવામાં એક ફૂટનું જ છેટું છે.

saurashtra-many-reservoirs-were-filled-from-megh-maher-on-gujarat-find-out-the-status-of-the-dems

ધોરાજીના ભુખી ગામ નજીક આવેલ ભાદર-૨ ડેમ ઓવરફ્લો થયો હોવાથી  ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને પોરબંદરના મળી કુલ ૬૭ ગામોને પીવાના પાણીનો પ્રશ્ન થયો હલ થયો છે. ધોરાજી અને જામકંડોરણા નગર તેમજ  તાલુકાનાં ૫૨ ગામને પીવાનું પાણી પુરૂ પાડતો દુધીવદર પાસેનો ફોફળ ડેમ પણ મોડી રાત્રિના ઓવરફલો થયો હતો. વિસાવદર શહેરને પાણી પૂરું પાડતો આંબાજળ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે.

saurashtra-many-reservoirs-were-filled-from-megh-maher-on-gujarat-find-out-the-status-of-the-dems

મોરબીના મચ્છુ- ૩ ડેમ ડેમમાં હાલ ૧૫૪૫ કયુસેક પાણીની આવક સામે ૧૬૭૬ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ૨ દરવાજા ૦૧ ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર નદી, અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા ગામોને તેમજ માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, ફતેપર, માળિયા અને હરીપર એમ કુલ ૨૦ ગામોને એલર્ટ રહેવા જણાવાયું છે, ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર ના કરવા સુચના આપવામાં આવી છે. વિસાવદરના જંગલ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે આંબાજળ ડેમ ઓવરફ્લો થતાં વિસાવદરવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે,જ્યારે વિસાવદરના ધ્રાફડ અને ઝાંઝેશ્રી ડેમ હજુ ૫૦ ટકા જેટલા ખાલી છે.

saurashtra-many-reservoirs-were-filled-from-megh-maher-on-gujarat-find-out-the-status-of-the-dems

ધોરાજી નજીક આવેલ ભાદર-૨ ડેમ ડેમના સેક્શન અધિકારીએ જણાવેલ કે ગઈકાલે મોડી રાત્રીના ફોફળ ડેમ છલકાતા તેનાં પાણીનો મોટો જથ્થો ભાદર નદીમાં આવ્યો તે અનુસંધાને ભાદર-૨ ડેમનો એક દરવાજો દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. ડેમમાં ૨૦૨૧ ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે. ધોરાજી થી લઇ અને પોરબંદર સુધીના ભાદરકાંઠાના ગ્રામ્ય વિસ્તારને રાત્રિના સમયે  એલર્ટ કરાયા હતા. ધોરાજી નગરપાલિકા દ્વારા રાત્રીના સમયે ભાદર-૨ ડેમના નદીના કાંઠે રહેતા ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને આ વિસ્તારમાંથી સ્થળાંતર કરવા બાબતે મોડીરાત્રીના માઇક ફેરવીને જાણ કરવામાં આવી હતી તથા જાગૃત કરાયા હતા.

saurashtra-many-reservoirs-were-filled-from-megh-maher-on-gujarat-find-out-the-status-of-the-dems

ગોંડલ, ધોરાજી, જામકંડોરણા અને વિસાવદર નગર ઉપરાંત ઉપલેટા, પોરબંદર, કુતિયાણા પંથકનાં ગામોની પણ જળ સમસ્યા હળવી, સિંચાઈ માટે રાહતગોંડલમાં છેલ્લા અઠવાડીયાથી મેઘરાજા મન મુકી વરસી રહ્યા હોઈ શહેરની જીવાદોરી સમા ત્રણેય જળાશયો છલોછલ બન્યા છે, જેમા મોવિયા રોડ વિસ્તારને પાણી પંહોચાડતો સેતુબંધ ડેમ ઓવરફલો થયો છે જ્યારે આશાપુરા ડેમ છલોછલ થતા ઓવરફલોની તૈયારીમાં છે, તો વેરીતળાવને ઓવરફલો થવામાં એક ફૂટ બાકી છે.

saurashtra-many-reservoirs-were-filled-from-megh-maher-on-gujarat-find-out-the-status-of-the-dems

જામકંડોરણા- લોધીકા પંથકમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે ફોફળ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી અને ફોફળ ડેમ ઓવરફ્લો થતાં ફોફળ ડેમના નીચાણ વાળા દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડી ગામના લોકોને વહીવટી તંત્ર દ્વારા  સાવચેત કરાયા હતા તથા નદીના પટમાં અવરજવર નહિ કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ વિસ્તારમાં પ્રથમ વરસાદી રાઉન્ડમાં જ પીવાના પાણી તેમજ સિંચાઈ માટેના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે.  નોંધનીય છે કે ફોફળ ડેમમાંથી ધોરાજી તાલુકાના પાંચ ગામ અને જામકંડોરણા તાલુકાના પાંચ ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.

Related posts

નડિયાદની આ યુવતી એ યોગાશન કરી મેળવ્યું ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

Mukhya Samachar

દિવાળી આવતા જ ખાનગી બસોના ભાડા થયા ડબલ! સૌરાષ્ટ્ર તરફ આવતી બસો થઈ હાઉસ ફૂલ

Mukhya Samachar

આજથી ગુજરાત CET માટેની અરજી પ્રક્રિયા શરૂ થશે, જાણો પ્રક્રિયા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy