Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં ફરી એકવાર છૂટાછવાયા વરસાદની કરાઇ આગાહી! જાણો આજે ક્યાં ખાબક્યો

Scattered rain is once again predicted in Gujarat! Find out where you ate today

ગુજરાતમાં ફરી છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગે વધુ એક વખત આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય, મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી 30 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ આજે અમદાવાદમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Scattered rain is once again predicted in Gujarat! Find out where you ate today

આજે અમરેલી-રાજુલા કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારા બાદ ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજુલાના ભેરાઈ, કડિયાળી, રામપરા, છતડીયા અને હિંડોરણામાં વરસાદ ખાબક્યો હતો.  આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે જેથી 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારા છે. નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.

Scattered rain is once again predicted in Gujarat! Find out where you ate today

Related posts

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔપચારિક રીતે સંભાળ્યો ચાર્જ, બીજી વખત બન્યા રાજ્યના મુખ્યમંત્રી

Mukhya Samachar

ગૌતમ અદાણી ગુજરાતના પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાં કરશે $4 બિલિયનનું રોકાણ

Mukhya Samachar

ગુજરાતમાં શિયાળા અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી! જાણો કાયરથી પડશે કડકડતી ઠંડી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy