Mukhya Samachar
Gujarat

વડોદરામાં આયોજિત બાળમેળામાં સીએમ પટેલની સુરક્ષામાં ગાબડું, ડ્રોન ઉડાવનાર શખ્સ સ્ટેજ સુધી પહોંચી ગયો

Security breach of CM Patel at children's fair held in Vadodara, man who flew drone reached the stage

વડોદરાના કમાટીબાગ વિસ્તારમાં આજે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાળમેળાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. એક ડ્રોન ઉડાવનાર શખ્સ સ્ટેજ સુધી પહોંચી ગયો હતો

Security breach of CM Patel at children's fair held in Vadodara, man who flew drone reached the stage

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરા શહેરની મુલાકાત છે. તેઓ કમાટીબાગમાં આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ જ્યારે સ્ટેજ પાસે હતા ત્યારે ડ્રોન ઉડાવનાર એક શખ્સ ત્યાં પહોંચી ગયો હતો. કોઇપણ પ્રકારની મંજૂરી વગર ડ્રોન ઉડાવનાર શખ્સને લઇને થોડો સમય અફરા-તફરી મચી હતી.

સુરક્ષામાં ચૂક થયાનું જાણ થતાં જ સુરક્ષા કર્મીઓ અને ઉપસ્થિત પોલીસે ડ્રોન ઉડાવનાર શખ્સની અટકાયત કરી હતી અને ડ્રોન સહિતનો માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

ઠંડી ઘટશે પણ…. રાજ્યના લોકોને બે ઋતુનો અનુભવ થશે

Mukhya Samachar

ખેડૂતો માટે સારા સમાચાર: ગુજરાત સરકાર આપશે 16 હજાર ખેડૂતોને સહાય

Mukhya Samachar

બે વર્ષ બાદ ભાદરવી પુનમના રોજ અંબાજીમાં યોજાશે ભવ્ય મેળો! જાણો કેવી છે તૈયારીઓ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy