Mukhya Samachar
Business

LICનાં શેર લિસ્ટ થતાની સાથે જ 12 ટકા શેર ઘટ્યા! પહેલા જ દિવસે રોકાણ કારોને નુકસાન

Shares of LIC fall 12% as soon as they are listed! Damage to investment cars on the first day
  • ભારે ડિસ્કાઉન્ટ પર એલઆઈસીનું લિસ્ટિંગ
  • લિસ્ટ થતા જ શેરમાં 12 ટકાનો ઘટાડો
  • રોકાણકારોને પહેલા જ દિવસે નુકશાન

Shares of LIC fall 12% as soon as they are listed! Damage to investment cars on the first day
મહિનાઓની રાહ જોયા બાદ આજે સરકારી વીમા કંપની LICના શેર ઓપન માર્કેટમાં લિસ્ટ થયા હતા. જો કે શેરબજારમાં LICની શરૂઆત સારી રહી નથી. ગ્રે માર્કેટમાં શૂન્યથી નીચેના પ્રીમિયમ પર ટ્રેડિંગ કર્યા પછી LICના શેર BSE પર લિસ્ટ થતાંની સાથે જ તેની પાસે 12 ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. લિસ્ટિંગ પછી, LICનો શેર પ્રથમ દિવસે 12.60 ટકા અથવા રૂ. 119.60 ઘટીને રૂ. 829 પર ખૂલ્યો હતો.LICનો આ પ્રથમ ઈશ્યુ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થયો છે. આ IPO માટે 902-949 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ હતી. પ્રથમ વખત, IPO સપ્તાહના બંને દિવસોમાં ખુલ્લું રહ્યું હતું.

Shares of LIC fall 12% as soon as they are listed! Damage to investment cars on the first day

રેકોર્ડ 6 દિવસ સુધી ખુલ્લો રહેલ LICનો IPOને લગભગ દરેક કેટેગરીમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જો કે ગ્રે માર્કેટ (LIC IPO GMP)માં LIC IPOનું પ્રીમિયમ લિસ્ટિંગ પહેલા શૂન્યથી નીચે ગયું છે, જેના કારણે રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાનના સંકેત દેખાઈ રહ્યા છે.સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP જીરોથી 25 રૂપિયા સુધી નીચે ગયો હતો. આજે તેમાં થોડો સુધારો તો થયો છે, પરંતુ તે હજુ પણ 20 રૂપિયા નેગેટિવમાં ટ્રેડ કરી રહ્યો છે. એક સમયે તે ગ્રે માર્કેટમાં રૂ. 92ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ટોચના શેર બ્રોકરના ડેટા મુજબ, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્યથી 20 રૂપિયા નીચે છે. જીએમપી એ જ વાતનો સંકેત આપે છે કે રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાન વેઠવું પડી શકે છે. વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે LICનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટની સાથે થવાનું છે.

Related posts

દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી

Mukhya Samachar

Budget 2023 : સરકારી બેંકોની આર્થિક સ્થિતિ મજબૂત, આ વખતના બજેટમાં મૂડી ફાળવણીની શક્યતા છે ઓછી

Mukhya Samachar

GSTનું એપ્રિલ બાદ બીજીવાર રેકોર્ડ કલેક્શન; જૂનમાં 56 ટકા થયો વધારો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy