Mukhya Samachar
Astro

આ તહેવાર ના દિવસે લાગે છે સૂર્ય ગ્રહણ જાણો કેવા થશે ફેરફારો

solar-eclipse-25-october-2022-on-diwali
  • વર્ષ 2022નુ ત્રીજુ ગ્રહણ અને બીજુ સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થઇ રહ્યું છે
  • ગ્રહણનો પ્રવાહ દિવાળીની રાતથી શરુ થઇ જશે
  • સૂતક કાળ 12 કલાક પહેલા 24 ઓક્ટોબરે દિવાળીની રાતથી લાગી જશે

વર્ષ 2022માં કુલ 4 ગ્રહણ, 2 સૂર્ય ગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ થવાના છે. જેમાંથી 2 ગ્રહણ થઇ ગયા છે. વર્ષ 2022નુ ત્રીજુ ગ્રહણ અને બીજુ સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થઇ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે અને સંયોગના એક દિવસ પહેલા દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી મનાવવામાં આવશે. જો કે, ગ્રહણનો પ્રવાહ દિવાળીની રાતથી શરુ થઇ જશે. જેના કારણે આ સૂર્ય ગ્રહણની અસર દિવાળીના પૂજા-પાઠ પર પણ પડી શકે છે.

solar-eclipse-25-october-2022-on-diwali

સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરને બપોરે 2.29 વાગ્યાથી 3 કલાક સુધી ચાલશે. પરંતુ તેનો સૂતક કાળ 12 કલાક પહેલા 24 ઓક્ટોબરે દિવાળીની રાતથી લાગી જશે. જો કે, 24 ઓક્ટોબરની રાત્રે અઢી વાગ્યાથી લાગી જશે. એવામાં દિવાળીની પૂજા તો થઇ જશે પરંતુ આ વર્ષે દિવાળીની રાત્રે મહાનિશીથ કાળમાં સાધના કરવાનો સમય ઓછો મળશે. આ વર્ષે દિવાળીએ મહાનિશીથ કાળનો સમય 24 ઓક્ટોબરની રાત્રે 11.55 વાગ્યાથી ત્રણ કલાક બાદ રાત્રે 1.53 વાગ્યા સુધી રહેશે. આ દરમ્યાન કરવામાં આવેલી માં લક્ષ્મીની સાધના અને મંત્ર જાપ કરવો ખૂબ લાભદાયી રહે છે.

solar-eclipse-25-october-2022-on-diwali

દિવાળી કાર્તિક મહિનાની અમાસે મનાવવામાં આવે છે. સૂર્ય ગ્રહણ પણ હંમેશા અમાસની તિથિએ આવે છે. ચાલુ વર્ષે દિવાળી 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે અને આ રાતથી સૂર્ય ગ્રહણનો સૂતક કાળ શરુ થઇ જશે. આવો સંયોગ દુર્લભ બને છે કે દિવાળીની રાત્રે સૂર્યગ્રહણનો પડછાયો રહે. જો કે, સૂર્ય ગ્રહણના મોક્ષના સમયે સૂર્યાસ્ત થવાથી આ ભારતમાં જોવા મળશે નહીં, પરંતુ તેનો પ્રભાવ રહેશે.

Related posts

જાણો મણિપુર ચક્રની કઈ રીતે અસર પડે છે મનુષ્યના સ્વાસ્થ્ય જીવનમાં

Mukhya Samachar

સ્કંદ છઠ્ઠ વ્રત કરવાથી મળે છે સંતાન સુખ અને દુશ્મનો પર વિજય! જાણો કેવીરીતે કરશો આ વ્રત

Mukhya Samachar

5મી જૂને કુંભ રાશિમાં શનિદેવની થશે વક્રી:આ રાશી ના જાતકોને થશે લાભ 

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy