Mukhya Samachar
GujaratTech

નવા વર્ષથી આ શહેરોમાં 5જી નેટ થશે શરૂ

5g testing
  • નવા વર્ષથી આ શહેરોમાં 5 જી નેટ થશે શરૂ
  • ગુજરાતના અમદાવાદ, જામનગર, ગાંધીનગરમાં સેવા શરૂ થશે
  • 5જી ઇન્ટરનેટથી 20 સેકન્ડમાં ડાઉનલોડ થશે HD મૂવી

ત્રણ મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓ- ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા ભારતમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે. આ ત્રણેય કંપનીએ એરિક્સન અને નોકિયા સાથે મળીને મોબાઈલ એસેસરીઝ બનાવવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં આ 13 શહેરમાં 5G ઇન્ટરનેટ શરૂ કરવા માટે સૌથી પહેલા ત્રણ મુખ્ય કારણો છે. નોકિયા અને એરિક્સન કંપની પ્રારંભિક તબક્કામાં આ શહેરોમાં ટ્રાયલ અને ટેસ્ટિંગ કરી રહી છે. આ 13 શહેરમાં ઈન્ટરનેટ યુઝર્સ વધુ છે. અહીં ઈન્ટરનેટનો ઉપયોગ પણ વધુ છે, તેથી આ શહેરો પસંદ કરવામાં આવ્યાં છે. 5G ઇન્ટરનેટ સેવાની કિંમત 4G કરતાં વધારે છે. તદનુસાર નાનાં શહેરોની તુલનામાં આ 13 મોટાં શહેરમાં 5Gનો ઉપયોગ કરતા લોકો વધુ છે.

india 5g testing
Starting from the new year there will be 5G net in these cities

ઈન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5G કહેવામાં આવે છે. એ વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે, જે તરંગો દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે, એમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ફ્રિક્વન્સી બેન્ડ છે. G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ભારતમાં ઘણાબધા ફેરફાર થવાના છે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. એરિક્સન, 5G માટે કામ કરતી કંપનીનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે. જાણો 5G આવવાથી લોકોને શું ફાયદો થશે. પહેલો ફાયદો એ થશે કે યુઝર્સ હાઇ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે. યુટ્યૂબ પર વિડિયો બફરિંગ વિના ચાલશે. વ્હોટ્સએપ કોલમાં અવાજ અટક્યા વગર અને સ્પષ્ટ રીતે આવશે. ફિલ્મ 20થી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.

5g testing
Starting from the new year there will be 5G net in these cities

કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે. મેટ્રો અને ડ્રાઇવર વિનાનાં વાહનોને ઓપરેટ કરવું સરળ બનશે. વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટ્સનો ઉપયોગ સરળ બનશે. એટલું જ નહીં, 5Gના આગમન સાથે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા વધુ ને વધુ કોમ્પ્યુટર સિસ્ટમને જોડવાનું સરળ બનશે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે માર્ચ-એપ્રિલ 2022 સુધીમાં 5G ઇન્ટરનેટ સ્પેક્ટ્રમ માટે બીડિંગ કરવામાં આવશે. 5G શરૂ કરનાર ટેલિકોમ કંપનીઓએ પરીક્ષણો અને ટ્રાયલ પૂર્ણ કર્યાં છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 5G ઈન્ટરનેટ શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય લેવાનો છે. ભારતી એરટેલે એરિક્સન સાથે મળીને હૈદરાબાદમાં કોમર્શિયલ 5G ઇન્ટરનેટ સેવાનું પૂર્વ-પરીક્ષણ પણ સફળતાપૂર્વક કર્યું છે. 2019માં જ, Jio એ પણ 5G નેટવર્ક સેવા વિસ્તરણ માટે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ નેટવર્ક વિસ્તરણ માટે કામ કરવાનું શરૂ કર્યું.

Related posts

વડાપ્રધાન મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન! રદ્દ લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી

Mukhya Samachar

ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની જમીન ફાળવણી કેસમાં કરવામાં આવી ધરપકડ, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ

Mukhya Samachar

આ લોકોએ મતદાન કરવા મતદાન મથક નહીં જવું પડે! જાણો કેવી રીતે ઘરે જ કરશો મતદાન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy