Mukhya Samachar
Politics

પ્રશાંત કિશોરને લઈ નરેશ પટેલે આપ્યું નિવેદન: જાણો શું કહ્યું નરેશ પટેલે

Statement given by Naresh Patel regarding Prashant Kishor: Find out what Naresh Patel said
  • પ્રશાંત કિશોરને લઈ નરેશ પટેલે આપ્યું નિવેદન
  • પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે: નરેશ પટેલ
  • આ મહિનાના અંત સુધીમાં હું ફાઇનલ તારીખ જણાવીશ: નરેશ પટેલ

Statement given by Naresh Patel regarding Prashant Kishor: Find out what Naresh Patel said

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી પર ખૂબ રાજકારણ થઈ રહ્યું છે ત્યારે આજે કાગવડમાં ખોડલધામના તમામ ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક કરી હતી અને તે બાદ મોટું નિવેદન આપ્યું છે. ગઈકાલે જ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાની ઓફર ઠુકરાવી દીધી છે ત્યારે નરેશ પટેલ પણ હવે કોંગ્રેસમાં નહીં જાય તેવી ચર્ચાઓ ખૂબ તેજ હતી. જોકે આજે નરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે પ્રશાંત કિશોરના નિર્ણયની અસર તેમની પર નહીં પડે. તેમણે કહ્યું કે પ્રશાંત કિશોર મારા ખૂબ સારા મિત્ર છે અને જો હું રાજકારણમાં જઈશ તો તે ચોક્કસ મારી સાથે ઊભા જ રહેશે.

Statement given by Naresh Patel regarding Prashant Kishor: Find out what Naresh Patel said

આ સિવાય તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ન જવાની વાત તેમની અંગત છે અને પ્રશાંત કિશોરે માત્ર કોંગ્રેસમાં સામેલ થવાની ના પાડી છે, રાજકારણથી દૂર થઈ જવાની જાહેરાત નથી કરી.રાજકારણમાં પ્રવેશને લઈને નરેશ પટેલ તારીખ પર તારીખ આપી રહ્યા છે ત્યારે આજે પણ તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી અને કઈ તારીખે જાહેરાત કરશે તેને લઈને પણ હજુ પણ અસમંજસતા છે ત્યારે નરેશ પટેલે આજે સૂચક નિવેદન આપ્યું હતું કે યુવાનો અને બહેનો ખૂબ ઈચ્છે કે હું આગળ આવું પણ ખાલી વડીલો એમ ઈચ્છે કે હું રાજકારણમાં પ્રવેશ કરું નહીં. હું આ મહિનાના અંત સુધીમાં તમને ફાઇનલ ડેટ આપી દઈશ કારણ કે હવે મારે પણ બહુ લાંબુ નથી ખેંચવું.

Related posts

અમિત શાહ ચૂંટણી રાજ્ય કર્ણાટકની મુલાકાત લેશે, પાર્ટીને મજબૂત કરવા માટે ઘણી બેઠકો થશે

Mukhya Samachar

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ AAP ની ઉમેદવાર કરી શકે છે જાહેર

Mukhya Samachar

આગામી ચૂંટણીને લઈ અમિત શાહ યુપીને ધમરોળશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy