Mukhya Samachar
Gujarat

સુરત ગ્રીષ્મા હત્યા કેસ: હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભાળવવામાં આવી: ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યાં

Surat Grishma murder case: Fenil murderer sentenced to death: Grishma's family cried
  • હત્યારા ફેનિલને ફાંસીની સજા અપાઈ
  • જજે કહ્યું- દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ
  • હત્યાના પ્રયાસના કેસમાં પણ સજાઃ સરકારી વકીલ

Surat Grishma murder case: Fenil murderer sentenced to death: Grishma's family cried

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માનાં પરિવારજનો હાજર રહ્યાં છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.ગ્રીષ્માના પિતાએ જણાવ્યું હતું કે, ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાય પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનાર તમામ નેતાઓનો આભાર માન્યો હતો.

Surat Grishma murder case: Fenil murderer sentenced to death: Grishma's family cried

સત્ર ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, એ વીડિયો જ આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે. ફેનિલને સજા આ[પ્વ માટે 506 પાનાનું જજમેન્ટ રજૂ કરાયું. તમામ દલીલ બાદ ફેનિલને ફાંસીની સજા આપવામાં આવી છે. જેજે સજા સંભાળવતા જ પરિવારના સભ્યો કોર્ટ રૂમમાં રડી પડ્યા હતા. આ કેસ રેરેસ્ટ ઓફ રેર માનવામાં આવે છે. આરોપીમાં પસ્તાવો કે કાયદાનો ડર દેખાયો નથી. કેસ બાદ બહેનને પોતાની તરફેણમાં નિવેદન આપવાનું કહ્યું હતું.

Related posts

ગુજરાતની પહેલ સેમીકંડક્ટર નીતિ જાહેર કરી સહાય આપનાર પહેલું રાજ્ય

Mukhya Samachar

બનાસકાંઠાના 25 હજારથી વધુ ખેડૂતોએ શરૂ કર્યું જળ આંદોલન! આજે મહારેલી યોજાશે

Mukhya Samachar

તહેવારોમાં સાવચેત રહેજો! ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો કેસ નોંધાયો ગુજરાતમાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy