Mukhya Samachar
Gujarat

આશ્ચર્ય! આણંદના ઉમરેઠમાં અલગ અલગ ત્રણ સ્થળે આકાશમાંથી રહસ્યમયી ગોળા પડ્યા: લોકોમાં ડર

Surprise! Mysterious bullets fell from the sky at three different places in Umreth, Anand: Fear among the people
  • ઉમરેઠમાં અલગ અલગ ત્રણ સ્થળે આકાશમાંથી રહસ્યમયી ગોળા પડ્યા
  • આકાશમાંથી રહસ્યમયી ગોળા પડતાં લોકોમાં ડર
  • આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું અનુમાન

આણંદના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબેના ત્રણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડી છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ વસ્તુઓ જોવા લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ અવકાશી વસ્તુ અંગે તપાસ હાથ ધરી છે.

Surprise! Mysterious bullets fell from the sky at three different places in Umreth, Anand: Fear among the people
આણંદ જિલ્લાના ઉમરેઠ તેમજ ભાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી છે. જિલ્લાના જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે અવકાશમાંથી ભારેખણ ગોળા જેવી વસ્તુ પડી છે. પોલીસના જણાવ્યા મુજબ અવકાશમાંથી પૃથ્વી ઉપર પડેલા આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે. આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે.

Surprise! Mysterious bullets fell from the sky at three different places in Umreth, Anand: Fear among the people
મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન હોઈ તંત્રએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ઉપરાછાપરી ત્રણે સ્થળે પડેલા અવકાશી પદાર્થ ફરી પણ ક્યાંક પડે તો તેની ચિંતાએ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Related posts

ગુજરાતની કોર્ટમાં પહેલા ચપ્પલ… હવે જજ પર પથ્થરથી હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

Mukhya Samachar

ગુજરાત વિધાનસભામાં BBC વિરુદ્ધ ઠરાવ પસાર, કેન્દ્રને કડક પગલાં લેવા વિનંતી

Mukhya Samachar

રાજ્યના સિનિયર સીટીઝનને આરોગ્યની સવલતોને લઈ મહત્વનો નિર્ણય! સરકારે કર્યું ખાસ આયોજન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy