Mukhya Samachar
Gujarat

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂથી ફફડાટ: એક જ મહિનામાં 30 કેસથી ટેન્શન વધ્યું

swine-flu-outbreak-in-ahmedabad-30-cases-in-a-single-month
  • સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતા જનક વધારો નોંધાયો છે
  • બીજી તરફ અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે
  • વડોદરામાં રોગચાળો બેકાબૂ બનતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું

જુલાઇ મહિનામાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતા જનક વધારો નોંધાયો છે.એક જ મહિનામાં સ્વાઇનફ્લૂના 30 કેસ નોંધાયા છે. પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે. તેમાં પણ વટવા, લાંભા, સરસપુર વિસ્તારમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસો નોંધાયા છે. VS, LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને સારવાર લઇ રહ્યા છે જ્યારે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. તો સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત પણ નીપજ્યુ હોવાનું સામે આવ્યું છે.

swine-flu-outbreak-in-ahmedabad-30-cases-in-a-single-month

તો બીજી તરફ અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાને લઇ 2 હજાર 500 સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

swine-flu-outbreak-in-ahmedabad-30-cases-in-a-single-month

આ તરફ વડોદરામાં રોગચાળો બેકાબૂ બનતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હેલ્થ સેન્ટરોની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે. અકોટા રામપુરામાં આવાસના મકાનો ખાતે આરોગ્ય ટીમ દ્વારા ફોગિંગ, દવાનો છંટકાવ, પોરા નાશક કામગીરી શરૂ કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કરી જંતુનાશક દવા નાંખવામાં આવી રહી છે. મેલેરિયા, કોલેરા, વાયરલ ફીવરના કેસો વધતા તંત્ર દોડતુ થયું છે. વડોદરામાં અત્યારસુધી ડેન્ગ્યુના 147, ચિકનગુનિયાના 181 કેસ નોંધાયા છે જ્યારે વાયરલ ફીવરના 3717, કોલેરાના 21 કેસ નોંધાયા છે

Related posts

6.50 લાખ પશુપાલકો માટે ખુશ ખબર! દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

Mukhya Samachar

કંડલા પોર્ટના વિકાસ માટે મોદી સરકારનો નિર્ણય! આ કામ કરવા માટે આપ્યાં 4,539.84 કરોડ

Mukhya Samachar

હવે ગુજરાતના વિધાર્થીઓને મળશે કશ્મીરી યુનિવર્સિટીમાં ત્યાંની સંસ્કૃતિ વિષે અભ્યાસ કરવાનો લાભ 

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy