Mukhya Samachar
Gujarat

તાઇવાનની કંપની ગુજરાતમાં કરશે 1.75 લાખ કરોડનું રોકાણ! પ્રોજેક્ટથી 1 લાખ લોકોને રોજગારી મળશે

Taiwanese company will invest 1.75 lakh crores in Gujarat! The project will provide employment to 1 lakh people

ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આજે મહત્વના MoU કરાયા. રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટની સ્થાપના માટેના MoU કરાયા. જે માટે રૂ. 1.75 લાખ કરોડનું રોકાણ કરાશે.
MoU દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘PM મોદીનું સ્વપ્ન છે કે ભારતમાં સેમી કંડક્ટરનું ઉત્પાદન થાય. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત બની રહ્યું છે. ગુજરાતમાં મોટું રોકાણ થઇ રહ્યું છે. હંખ રોકાણકારોનું ગુજરાતમાં સ્વાગત કરૂ છું. આ પ્રોજેક્ટથી 1 લાખ લોકોને રોજગારી મળશે.’

Taiwanese company will invest 1.75 lakh crores in Gujarat! The project will provide employment to 1 lakh people

તમને જણાવી દઇએ કે, અમદાવાદ જિલ્લામાં આ પ્રોડક્શન યુનિટ સ્થપાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં હવે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ સ્થપાશે. તાઇવાનની કંપની ગુજરાતમાં આવે તે એક ગર્વની વાત છે. દુનિયાની સ્પર્ધામાં ગુજરાત પણ છે, આ એક ખૂબ મોટી સિદ્ધિ કહેવાય.’

તદુપરાંત વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે નિવેદન આપતા જણાવ્યું કે ‘ગુજરાતમાં મોટા પ્રમાણમાં રોકાણ થઇ રહ્યું છે. મધ્યમ વર્ગના લોકોને મોટો લાભ થશે. ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ થકી રાજ્યમાં 1 લાખ લોકોને રોજગાર મળશે. આઈફોન, લેપટોપ અને કાર ખૂબ મોંઘા થઇ ગયા છે. સેમી કંડક્ટર ખૂબ મહત્વના છે. તાઇવાન પાછળ અમેરિકા અને અન્ય મોટા દેશો પણ લાગ્યા છે. તાઈવાન અને ભારત મળીને ચીન સામે લડી રહ્યાં છે. આ રોકાણ એ દેશમાં વટવૃક્ષ બની જશે. સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ગ્લાસનું પ્રોડક્શન 2 વર્ષમાં શરૂ થશે. સેમી કંડક્ટરના પ્રોડક્શન બાબતે દુનિયાની નજર ભારત પર છે.’

Related posts

ભગવાન જગન્નાથ રાજકોટની નગરચર્યા એ નીકળશે.. ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથ રથયાત્રાની પુરજોશમાં તૈયારીઓ શરુ!

Mukhya Samachar

અમરેલી જિલ્લામાં ગતરાતથી મેઘમહેર! ધાતરવડી અને શેત્રુંજી નદીમાં આવ્યું પુર

Mukhya Samachar

પોર્ટ લેડ ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત! જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy