Mukhya Samachar
Politics

ગુજરાતની ચૂંટણી વહેલી થવાની વાતને લઈ સી આર પાટીલે કહ્યું કઈક આવું…

early Gujarat elections
  • ગુજરાતની ચૂંટણીને લઈ સી આર પાટીલનું મોટું નિવેદન
  • ગુજરાત ચૂંટણી વહેલી યોજવાની અટકળો
  • વહેલી ચૂંટણીની વાતનો છેદ ઉડાવતા પાટીલ

દેશના 5 રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. જેને પગલે રાજકીય પક્ષોમાં ભારે હિલચાલ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણી નિયત સમય પહેલા યોજાઇ જવાની ચર્ચોઑ અને અટકળો જોવા મળી રહી છે. ત્યારે  ગુજરાતમાં વહેલી ચૂંટણીઓ થશે તેવી અટકળો પર હાલ પૂર્ણવિરામ મૂક્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે  જણાવ્યું છે કે, ગુજરાતમાં નિયત સમયે જ ચૂંટણીઓ યોજાનાર છે. ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી પર સૌની નજર મંડાઇ છે. એવી રાજકીય અટકળોએ જોર પકડ્યું છે કે, પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો ભાજપ તરફી આવશે તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિયત સમય કરતાં વહેલી યોજાઇ શકે છે. વહેલી ચૂંટણી થવાની વાતનો છેદ ઉડાડતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નિયત સમયે જ યોજાશે. ભાજપનો કાર્યકર વિધાનસભાની ચૂંટણીઓ માટે હરઘડી સજ્જ છે એટલે જ ભાજપ ચૂંટણીઓ જીતી રહી છે. ચૂંટણીઓ સુધી ગુજરાતમાં વિકાસના કામો થશે. વિકાસ એજ ભાજપની પ્રાથમિકતા રહી છે. કેન્દ્ર અને રાજ્યના વિકાસના કામોથી ગુજરાતની જનતા પ્રભાવિત છે. એટલું જ નહીં સમર્પિત પણ છે. આમ, વહેલી ચૂંટણી યોજાશે તેવી રાજકીય અફવાનો પાટીલે છેદ ઉડાડયો છે.

Related posts

દેશના 15માં રાષ્ટ્રપતિ માટે આજે મતદાન! વડાપ્રધાન મોદીએ કર્યું મતદાન

Mukhya Samachar

ચૂંટણી પ્રચારમાં અમિત શાહે આપ્યું કઈક આવું નિવેદન

Mukhya Samachar

CBI પર PM મોદીનું મોટું નિવેદન, વિપક્ષ પર સાધ્યું નિશાન, ભ્રષ્ટાચાર પર આ કહ્યું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy