Mukhya Samachar
Sports

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત

TEAM INDIA WIN
  • ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો
  • મેચમાં શમીએ 8 વિકેટ લીધી
  • કોહલી સેન્ચુરિયન ટેસ્ટ મેચ જીતનારો પહેલા એશિયન કેપ્ટન બન્યો

સેન્ચુરિયનમાં ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ જતા ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે. આ જીતની સાથે વિરાટ સેનાએ 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આની સાથે ભારતે સૌથી વધુ ગ્રાઉન્ડમાં ટેસ્ટ જીતવાના રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ચોથી ઈનિંગમાં દ.આફ્રિકાની ટીમ તરફથી ડીન એલ્ગર 77 રન નોંધાવી ટોપ સ્કોરર રહ્યો હતો. તેના સિવાય કોઈપણ ખેલાડી ખાસ પ્રદર્શન દાખવી શક્યો નહોતો. વળી ઈન્ડિયન બોલર શમી અને બુમરાહે 3-3 વિકેટ લઈ આફ્રિકન બેટરની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી.

આ જીતની ખાસ વાત કરવામાં આવે તો વિરાટ કોહલી સેન્ચુરિયન ટેસ્ટ મેચ જીતનારો પહેલા એશિયન કેપ્ટન બની ગયો છે. સેન્ચુરિયનના મેદાનમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી જીત છે. સાથે જ કોહલીની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમે સતત ત્રીજી મેચ જીતી છે. આફ્રિકાને ઘરઆંગણે ભારતની આ સતત બીજી ટેસ્ટ જીતી છે. આની પહેલા 2018માં ટીમ જોહાનિસબર્ગમાં રમાયેલી મેચમાં 28 રનથી જીતી હતી.

ડીન એલ્ગરે 156 બોલમાં 77 રનની શાનદાર ઈનિંગ રમી આઉટ થયો છે. જસપ્રીત બુમરાહે તેને LBW આઉટ કર્યો હતો. જોકે એલ્ગરે અમ્પાયરના નિર્ણયને પડકાર્યો હતો પરંતુ રિપ્લેમાં સ્પષ્ટપણે બોલ હિટિંગ વિકેટ હોવાથી તેને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. SAની છઠ્ઠી વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. તેણે ક્વિંટન ડિકોકને ક્લીન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો હતો. જેની બીજી જ ઓવરમાં શમીએ વિયાન મુલ્ડરની વિકેટ લઈ ઈન્ડિયન ટીમને જીત તરફ અગ્રેસર કરી દીધી છે.

દ.આફ્રિકાના સેન્ચુરિયનમાં સૌથી સફળ રન ચેઝ ઇંગ્લેન્ડના નામે છે. વર્ષ 2000માં દ.આફ્રિકાએ 249 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો, જેને ઇંગ્લેન્ડે 2 વિકેટ બાકી રહેતા ચેઝ કરી લીધો હતો. ત્યારપછી આફ્રિકન ટીમે શ્રીલંકા વિરૂદ્ધ 1998માં 226 રન ચેઝ કર્યો હતો. ઈન્ડિયન ટીમના અનુભવી બેટર વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બની ગયો છે. બીજી ઈનિંગમાં પણ પુજારા કંઈ ખાસ કરી શક્યો નહીં અને 16 રનના સ્કોર પર પેવેલિયન ભેગો થયો હતો. આ દરમિયાન ઈન્ડિયન ટેસ્ટ કેપ્ટન કોહલી પણ આઉટ સાઈડ ઓફ સ્ટમ્પના બોલ પર ડ્રાઈવ મારવા જતા 18 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ઉલ્લેખનીય છે કે આ બંને બેટરના આઉટ થયા પછી ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તેવામાં અજિંક્ય રહાણે પાસે ટીમમાં સ્થાન નિશ્ચિત કરવા માટેની ઉજ્જવળ તક હતી જેનો તે ફાયદો ઉઠાવી ન શક્યો એને 20 રનના સ્કોર પર કેચ આઉટ થઈ ગયો હતો. ઈન્ડિયન ટીમે 146 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી.

Related posts

હવે થશે ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ચીફ સિલેક્ટર અજીત અગરકરે લીધું મોટું પગલું

Mukhya Samachar

આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો આગામી વિરાટ કોહલી, દિનેશ કાર્તિકે કહી મોટી વાત

Mukhya Samachar

રાજકોટમાં કોણ મારશે બાજી? આજની મેચ સિરીઝ માટે ડિસાઇડર છે ત્યારે જાણો રાજકોટની પીચ કેવી છે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy