Mukhya Samachar
National

ઈન્દોરમાં બે માળની બિલ્ડીંગમાં વિકરાળ આગ: આગમાં 7 લોકો જીવતા ભડથું થયા

Terrible fire in a two-storey building in Indore: 7 people were killed in the fire
  • બે માળના બિલ્ડિંગમાં આગ લાગવાથી 7 લોકો ભડથું
  • આગને પગલે ફાયરબ્રિગેડ-પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા
  • શોર્ટ શર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક આનુમાન

 

Terrible fire in a two-storey building in Indore: 7 people were killed in the fire

મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોડીરાતે બે માળની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં 7 લોકોના જીવતા સળગી જવાથી મૃત્યુ થયા છે. મૃતકોમાં 6 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે. પોલીસે મૃતકોના શબને હોસ્પિટલમાં મોકલ્યા છે. શોર્ટ સક્રિટના કારણે ઈમારતમાં આગ લાગી હતી અને આગ ધીરે-ધીરે વિકરાળ બની છે.ઘટના વિજયનગરના સ્વર્ણબાગ મોહલ્લાની છે. એમ કહેવાઈ રહ્યું છે કે મોડીરાતે અચાનક બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. લોકો ઘટનાને યોગ્ય રીતે સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Terrible fire in a two-storey building in Indore: 7 people were killed in the fire

આગ અંગેની માહિતી સ્થાનિકોએ ફાયરબ્રિગેડને આપી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ગાડીઓએ ભારે મુશ્કેલી પછી આગ પર કાબુ મેળવ્યો છે. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બિલ્ડિંગની અંદર રહેલા 7 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.આગની માહિતી મળ્યા પછી ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ આગ લાગવાના કારણો અંગે તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બીજી તરફ આગ લાગી હોવાની માહિતી પછી આજુબાજુની બિલ્ડિંગને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોવાની માહિતી નથી.

Related posts

બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ: બેંગ્લોરની હોટેલમાં કરી રહ્યા હતા પાર્ટી

Mukhya Samachar

દિલ્હીમાં પ્રતિબંધો પર મળી રાહત, આટલી આપાઈ છૂટ

Mukhya Samachar

સુરત પુર્વની બેઠકના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ નામાંકન પાછું ખેચ્યું! ભાજપ પર ઉમેદવારના અપહરણનો લાગ્યો હતો આરોપ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy