Mukhya Samachar
Cars

ભારતમાં ટેસ્લા કાર લોન્ચને થશે મોડુ

tesla car
  • વર્ષ 2022ની મધ્યમાં  ભારતમાં આવશે ટેસ્લા
  • ઇમ્પોર્ટ ડ્યુટીના વિવાદને લઈ કાર આવશે મોડી
  • ટેસ્લા કારની કિમત ભારતમાં 35 લાખ જેટલી થશે

 

ઓટોમોબાઇલ ક્ષેત્રે ક્રાંતિ કહી શકાય તેવું ટેસ્લા. ટેસ્લા કારને લોકોમાં અનેક વિચારો જોવા મળે છે. ભારત સહિત વિશ્વના લોકો ટેસ્લાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વર્ષ ૨૦૨૧ના અંતમાં ટેસ્લા કાર લોન્ચ કરવાની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી હતી. લોકો આ કારની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે કાર ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે.  ભારતમાં ટેસ્લા કારની રાહ જોતાં લોકો માટે મોટા સમાચાર આવ્યા છે કે આ કાર ભરતમાં આવતા વર્ષે ડેબ્યું કરશે. ટેસ્લાના CEO ઈલોન મસ્કે જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં ભારતમાં ઇલેક્ટ્રિક કાર લાવશે. જો કે, આ વાતને એક વર્ષ વીતી ગયું. પરંતુ હજી સુધી આ કાર આવવાના કોઈ સમાચાર નથી આવ્યા. ત્યારે એક રિસર્ચ એનાલિસ્ટ દાવો કરે છે કે ટેસ્લા ભારતમાં વર્ષ 2022ના મધ્યમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.

દેશના ધનવાન અને સ્ટાર લોકો ટેસ્લા કારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે  સરકાર અને ઈલોન મસ્ક વચ્ચે ઇમ્પોર્ટ ડ્યુટીના વિવાદને પગલે લોકોની રાહને વધુ વધારી છે. ગયા મહિને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે ટેસ્લા કારની કિંમત ભારતમાં આશરે 35 લાખ રૂપિયા હશે. ત્યારે ટેસ્લા કંપની પણ ભારતમાં મોડલ-3નું અનેક સ્થળોએ ટેસ્ટિંગ કરી રહી હતી. ટેસ્લાના મોડેલ-3ની અમેરિકામાં કિંમત $39,990 એટલેકે 30 લાખ રૂપિયા છે. પરંતુ ભારતમાં તેની ઇમ્પોર્ટ ડ્યૂટી સાથે લગભગ 60 લાખ રૂપિયા થશે. જે ભારતની વિચાર સારણી માટે ઘણો વધારે છે. હાલ ભારતમાં રૂ. 30 લાખથી વધુની કિંમતની કાર ઇમ્પોર્ટ કરવા પર ઇન્શ્યોરન્સ, શિપિંગ ખર્ચ સહિત 100% ટેક્સ લાગે છે. તેમજ, 30 લાખથી ઓછી કિંમતની કાર ઇમ્પોર્ટ કરવા માટે 60% સુધીની ઇમ્પોર્ટ ડ્યૂટી આપવી પડે છે.

રિસર્ચ એનાલિસ્ટ સાઉમેન મંડલનું કહેવું છે કે, માર્કેટમાં કાર આવવાથી ટેસ્લા અને સરકાર બંનેને ફાયદો થશે. જેથી સરકાર તેના ભાવ ઘટાડીને ભારતમાં વેચવાનું વિચારી રહી છે. તેમજ, ટેસ્લા પણ તેની પૂરજોશમાં તૈયારી કરી રહી છે. જોકે કંપની પહેલેથી જ મુંબઈમાં અને બેંગલુરુમાં કોર્પોરેટ ઓફિસ બનાવી લીધી છે. અને દેશમાં ડેબ્યું કરવા માટે મુખ્ય અધિકારીઓની શોધ કરી રહી છે.

Related posts

આવી ગઈ નવી વેગેનર! શાનદાર લુક સાથે મળશે હાઇ-ટેક ફીચર્સ

Mukhya Samachar

એક જ વારમાં બાઇક કેટલા KM દોડવું જોઈએ? લાંબા પ્રવાસ પર જતા લોકો માટે વાંચવું જ જોઈએ

Mukhya Samachar

રિઝર્વમાં વાહન ચલાવવું ક્યાંક પડી ના જાય ભારે, તમારી આ નાનકડી ભૂલ કરાવી શકે છે તમને મોટો ખર્ચો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy