Mukhya Samachar
National

કેન્દ્ર સરકાર આ 10 રાજ્યોમાં મોકલશે ખાસ ટીમ

centrel goverment send team to status
  • કોરોના કેસોમાં વધારો આવતા સરકાર એકસન મોડમાં
  • 10 રાજ્યો Kendra સરકાર મોકલશે ટીમ
  • અનેક રાજ્યમાં નાતાલ અને ન્યુયરની ઉજવણી પર પ્રતિબંધ

કોરોનાના વધી રહેલા કેસને જોતા દેશના અનેક રાજ્યોમાં ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાનો આ નવો વેરિયંટ ઓમિક્રોન પણ ભયાનક રૂપ લેતો જઈ રહ્યો છે. દેશભરમાં ઓમિક્રોનના કેસ 400ને પર થઇ ગયા છે. જેને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી લઈને નવા વર્ષ સુધી સરકારે કડક પગલાં લેવાના શરૂ કરી દીધાંછે. દેશભરની ચર્ચો અને ઉજવણીના સ્થળોએ કોરોના સંબંધી પ્રોટોકોલનૃપાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોનાની સાથે જ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા સરકાર રસીકરણ પર ભાર મૂકી રહી છે. જેને લઈને સરકારે એવા 10 રાજ્યોનું લિસ્ટ તૈયાર કર્યું છે જ્યાં કોરોના રસીકરણની ગતિ ધીમી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હવે એવા રાજ્યોમાં કેન્દ્ર તરફથી ટીમ મોકલવામાં આવશે. કારણ કે આ રાજ્યોમાં ન માત્ર રસીકરણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે પરંતુ અહીં કોરોનાના કેસ પણ ઝડપથી વધી રહ્યાછે. કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં ટીમો મોકલવામાં આવશે. સાઉથ સેન્ટ્રલ મુંબઈની લગભગ 160 વર્ષ જૂની ભાયખલા સબ્જી મંડીમાં હવે લોકોને માસ્ક લાગવશે તો જ શાકભાજી આપવામાં આવશે. કારણ કે મંડી એસોસિયેશન તરફથી નો માસ્ક નો વેજીટેબલનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. અહીં લગભગ 7થી 10 હજાર લોકો રોજ શાકભાજી કખરીદવા માટે આવે છે. ભાયખલા સબ્જી મંડી એસો.એ કોરોનાના વધતા સંક્રમણને જોતા આ નિર્ણય કર્યો છે. હવે જે પણ ગ્રાહકો અહીં શાકભાજી લેવા આવશે તેઓ માસ્ક વગર આવશે તો તેમને શાકભાજી નહીં આપવામાં આવે.

દેશમાં હવે ઓમિક્રોન વેરિયંટના કેસ ઝડપથી વધી રહ્યા છે. સાથે જ દેશમાં પ્રતિબંધો અને કડકાઈનો દોર પણ પાછો આવી ગયો છે. દેશભરમાં, ઓમિક્રોન વેરિયંટના 415 દર્દીઓ મળી આવ્યા છે. જો કે, અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 140.01 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં 77032 કોરોનાના સક્રિય સંક્રમિત કેસ છે. જે છેલ્લા 579 દિવસમાં સૌથી ઓછો આંક છે. આ સાથે, કોરોના સંક્રમિત દર્દીઓનો સાજા થવાનો દર 98.40 ટકા છે.

Related posts

આ 13 સાંસદોને મળશે સંસદ રત્ન એવોર્ડ, વિપક્ષના આ સભ્યો પણ સામેલ

Mukhya Samachar

દિલ્હીની હેવાન માં! બાળકીએ હોમવર્ક ન કર્યું તો હાથ પગ બાંધીને બળબળતા તડકામાં છોડી દીધી

Mukhya Samachar

પુતીનની એક જાહેરાતથી યુક્રેનના શહેરોની હાલત થઈ આવી: ભયાનક તસ્વીરો આવી સામે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy