Mukhya Samachar
Politics

કોંગ્રેસ પાર્ટીએ 3 પ્રોપર્ટીનું ભાડું જ ચૂકવ્યું નથી

congress proporti rent
  • કોંગ્રેસ પાર્ટીએ 3 પ્રોપર્ટીનું ભાડું જ ચૂકવ્યું નથી
  • કુલ 3 પ્રોપર્ટીનું 19 કરોડ રૂપિયાનું દેવું
  • સમગ્ર મામલાનો એક RTIમાં ઘટસ્ફોટ થયો

કોંગ્રેસ પાર્ટીનું લગભગ 19 કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવું કોંગ્રેસને ફાળવવામાં આવેલી 3 પ્રોપર્ટીઝનાં ભાડાંની છે. એક RTIમાં ઘટસ્ફોટ થયો છે કે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ 26 અકબર રોડ (સેવા દળ)બંગલાનું ભાડું ડિસેમ્બર 2012થી, 10 જનપથનું સપ્ટેમ્બર 2020થી અને સી-II/109 ચાણક્યપુરીનું ભાડું ઓગસ્ટ 2013થી ચૂકવ્યું નથી. આ RTI ગુજરાતના મીઠાપુરના સુજિત પટેલે કરી હતી, જે વિભાગની પાસે 3 જાન્યુઆરી 2022ના રોજ પહોંચી હતી. ચાણક્યપુરીના બંગલા નંબર 2-II/109 ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને 23 ફેબ્રુઆરી 1985ના રોજ અલોટ કરાયો હતો, જેને કોંગ્રેસ પાર્ટી ઓફિસ માટે ઉપયોગ કરવાનો હતો. રાયસીના રોડનો બંગલો યૂથ કોંગ્રેસની પાસે છે, જ્યારે 26 અકબર રોડ અને ચાણક્યપુરીનો બંગલો પાર્ટીના કામકાજ માટે ઉપયોગમાં લેવાય છે. 26 અકબર રોડના બંગલાનું ભાડું 12,69,902 રૂપિયા, ચાણક્યપુરીના બંગલાનું ભાડું 5,07,911 રૂપિયા અને 10 જનપથનું ભાડું 4,610 રૂપિયા બાકી છે.

congress proprty rtext
The Congress party has not paid the rent of 3 properties

એક જૂની RTI મુજબ શહેરી વિકાસ મંત્રાલય અંતર્ગત આવતી પ્રોપર્ટીને 26 જૂન, 2013નાં રોજ ફાળવણી રદ કરાઈ હતી. કોંગ્રેસને દિલ્હીમાં ઓફિસ બિલ્ડિંગ બનાવવા માટે 2010માં જમીન આપવામાં આવી હતી. જમીન ફાળવણીના ત્રણ વર્ષની અંદર કોંગ્રેસે બિલ્ડિંગ બનાવી લેવાનું હતું અને ચાર બંગલાને 2013માં ખાલી કરી દેવાનો હતો. કોંગ્રેસ કમિટીએ આ બંગલામાં રહેવા માટે ત્રણ વર્ષનો વધારાનો સમય આપવાની અરજી કરી હતી. 2017માં બીજી વખત કોંગ્રેસને નોટિસ મોકલવામાં આવી હતી. બંગલો ખાલી કરાવવા માટે મોદી સરકારે અનેક નોટિસ મોકલી હતી. જોકે હજુ પણ આ બંગલો કોંગ્રેસની પાસે જ છે, જેનું ભાડું માર્કેટ રેટથી ઘણું જ ઓછું હોવા છતાં કોંગ્રેસ એને ચૂકવી શકી નથી.

Related posts

મમતાની TMC અને શરદ પવારની NCPએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો, CPIને પણ ફટકો

Mukhya Samachar

મોદી 17મા પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે ટપાલ ટિકિટ બહાર પાડશે, રાષ્ટ્રપતિ મુર્મુ કરશે અધ્યક્ષતા

Mukhya Samachar

ગુજરાતમાં પકડાતા ડ્રગ્સ લઇ રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યા તીખા સવાલો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy