Mukhya Samachar
Gujarat

ગુજરાતના જંબુસર ખાતે દેશનો પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક બનશે! મોદી સરકારે આપી મંજૂરી

The country's first bulk drug park will be built at Jambusar in Gujarat! Modi government gave permission

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

The country's first bulk drug park will be built at Jambusar in Gujarat! Modi government gave permission

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ યાત્રામા યશ કલગી બનનાર આ ભેટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે Gujarat Industrial Development Corporation દ્વારા જગ્યા આઈડેંટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોસલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી દ્વારા પ્રપોસલ ચકાસ્યા બાદ ગુજરાત રાજ્યનાં ભરુચ જીલ્લાનાં જંબુસર તાલુકા ખાતે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. 1000 કરોડની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે.

The country's first bulk drug park will be built at Jambusar in Gujarat! Modi government gave permission

ભારત સરકારના કેમીકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા મેડિકલ ડિવાઇસીસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમા યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

Related posts

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! શિક્ષણ વિભાગે 21 દિવસનું દિવાળી વેકેસન કર્યું જાહેર

Mukhya Samachar

ઉનાળાની કાળઝાડ ગરમીમાં રાજકોટ વાસીઓને ઠંડક પહોચડતા મેઘરાજા

Mukhya Samachar

રાજ્યભરમાં હાડ થિજવતી ઠંડી માટે થઈ જાવ તૈયાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy