Mukhya Samachar
Gujarat

દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી! હવે કરો પોતાના મનની વાતો મૂંઝાયા વગર: જાણો શું છે તેની ખાસ બાબત 

The country's first human library! Now do your own thing without getting confused: Know what is special about it
  • જૂનાગઢની કલેક્ટર ઓફિસ ખાતે હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ છે,
  • જે દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી છે
  • સુખદુખની વાતો, વિચારો, અનુભવો વગેરે બધુ જ શેર રી શકો છો

સમય એવો આવ્યો છે કે, આજકાલ માણસને બધુ મળી જાય છે, પણ વાત કરવા માટે માણસ મળતો નથી. સંયુક્ત પરિવારોમાં આ સમસ્યા ક્યારેય આવતી ન હતી, પરંતુ જ્યારથી પરિવારો અલગ થવા લાગ્યા છે અને લોકો નાનુ કુટુંબ સુખી કુટુંબ અપનાવવા લાગ્યા છે ત્યારથી ઘરમાંથી માણસો ગાયબ થવા લાગ્યા છે. માતાપિતા નોકરી પર અને સંતાનો શાળા તથા કોલેજ બાદ મોબાઈલમાં ખોવાયેલા રહે છે. આવામાં એકબીજા સાથે વાતચીતનો વહેવાર બંધ થઈ ગયો છે. આવામાં પરિવારના વૃદ્ધો સાવ એકલતા અનુભવે છે.

The country's first human library! Now do your own thing without getting confused: Know what is special about it

ત્યારે હવે વાત કરવા માટે માણસો આપતી લાઈબ્રેરી શરૂ થઈ છે. જૂનાગઢમાં દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.જૂનાગઢની કલેક્ટર ઓફિસ ખાતે હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ છે, જે દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી છે. જ્યાં વાત કરવા માટે માણસ ઈશ્યુ થશે. અત્યાર સુધી તમે જોયુ-સાંભળ્યુ હશે કે લાઈબ્રેરીમાં પુસ્તકો ઈશ્યુ થાય છે, પરંતુ આ લાઈબ્રેરીમાં બોલવા માટે માણસ ઈશ્યુ કરી શકાય છે. આ માણસ સાથે તમે પોતાના સુખદુખની વાતો, વિચારો, અનુભવો વગેરે બધુ જ શેર રી શકો છો. તેની સાથે બેસીને તમે મોકળાશથી વાત કરી શકશો.આ અનોખી લાઇબ્રેરીને જૂનાગઢ કલેક્ટર દ્વારા ગુરુવારનાં રોજ ખુલ્લી મૂકવામાં આવી.

The country's first human library! Now do your own thing without getting confused: Know what is special about it

હાલ આ સુવિધા માત્ર સરકારી કર્મચારીઓ માટે જ છે, પરંતુ બાદમાં સામાન્ય નાગરિકો માટે પણ શરૂ થશે. આ લાઈબ્રેરી ખાસ હેતુથી શરૂ કરવામા આવી છે. જુનાગઢના કલેક્ટર રચિત રાજ જણાવે છે કે, ઘણીવાર એવુ બને છે કે વ્યક્તિ પોતાના મનની વાતો કોઈને કહેતો નથી. તે અંદરને અંદર મૂંઝાયા કરે છે. જેની અસર તેના કામ પર પડે છે. તેથી જ અમે લાઈબ્રેરી શરૂ કરી છે, જેમાં કર્મચારી આવીને પોતાના મનનો ભાર ઓછો કરી શકે છે. સાથે જ અમારો હેતુ લોકો મોબાઈલનો ઓછો વપરાશ કરે એ પણ છે.

Related posts

વડાપ્રધાન મોદીએ ગુજરાતના મેયરો સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કરતાં કહ્યું કે: “એવું કામ કરો કે બધા યાદ કરે”

Mukhya Samachar

આકાશી કહેર! રાજયમાં પડી કાળજાળ ગરમી: ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોચ્યો

Mukhya Samachar

શિક્ષણમંત્રીની મોટી જાહેરાત! CCC પરીક્ષામાં ફરજિયાત નિયમો દુર કરાશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy