Mukhya Samachar
Gujarat

દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક બનશે ગુજરાતમાં! ગુજરાતને મળશે વધુ એક નવી ઓળખ

The country's first hydrogen bike will be made in Gujarat! Gujarat will get another new identity

199ની એવરેજવાળું દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક ગુજરાતમાં બનશે. આ અંગે આણંદની ચરોતર ગેસ સહકારી મંડળી લિ અને ટ્રાઈટન ઈલે. વ્હીકલ વચ્ચે MoU થયા છે. તેથી સમગ્ર ભારતમાં સમભવત: વિશ્વમાં પ્રથમ વખત હાઈડ્રોજનથી ચાલતાં ટુ વ્હીલર બનાવવાની દિશામાં ટ્રાઈટન ઈલેક્ટ્રીક વ્હીકલ (ટીઈવી) કંપની દ્વારા હાઈડ્રોજનના વ્હીકલ બનાવવામાં આવશે.

ચરોતર ગેસ સહકારી મંડળી-ટ્રાઈટન ઈલે. વ્હીકલ વચ્ચે MoU થયા છે. 199ની એવરેજવાળું દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક ગુજરાતમાં બનશે. આ અંગે આણંદની ચરોતર ગેસ સહકારી મંડળી લિ અને ટ્રાઈટન ઈલે. વ્હીકલ વચ્ચે MoU થયા. તેથી સમગ્ર ભારતમાં સમભવત: વિશ્વમાં પ્રથમ વખત હાઈડ્રોજનથી ચાલતાં ટુ વ્હીલર બનાવવાની દિશામાં ટ્રાઈટન ઈલેક્ટ્રીક વ્હીકલ (ટીઈવી) કંપની દ્વારા હાઈડ્રોજનના વ્હીકલ બનાવવામાં આવશે. અલબત્ત, કંપની દ્વારા આ માટે સૌપ્રથમ ટુ વ્હીલર બનાવવામાં આવ્યા હોવાના દાવા સાથે તેનું પ્રોડ્કશન પણ આગામી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

The country's first hydrogen bike will be made in Gujarat! Gujarat will get another new identity

રૂપિયા 2 લાખની કિંમત, ભરપૂર એવરેજ​​​​​​​હાઈડ્રોજનથી મોપેડ ચલાવવામાં આવે તેવો પાઈલટ પ્રોજેક્ટ પ્રથમ વખત નડિયાદ ખાતેથી શરૂ થશે. નડિયાદ ખાતેના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન આગામી જાન્યુઆરી માસથી શરૂ કરી દેવામાં આવશે.

કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજિત રૂપિયા 2 લાખની કિંમતનું બાઈક રહેશે, જે અંદાજિત 199ની એવરેજ આપશે. એટલે ચાર્જ કરવું કે વારંવાર ફૂએલ ટેન્ક ફૂલ કરવાનો કોઇ પ્રશ્ર્નાર્થ નહીં રહે. આ ઉપરાંત, મેઈન્ટેનન્સ પણ ઝીરો રહેવાનો દાવો કરવામાં આવ્યો છે.

હાઈડ્રોજન વાહન તમામ પ્રકારના સલામીતના પગલાંમાંથી પસાર કરીને બજારમાં મૂકવામાં આવ્યું છે. એમએમઓયુ દરમિયાન હાજર રહેલાં હાઈ પાવર સિસ્ટમ યુ. કે.ના સીઈઓ જય પટેલે જણાવ્યું હતું કે, હાઈડ્રોજન ગ્રીન ફ્યુલથી પોલ્યુશન નહીંવત થશે, જેનો ફાયદો પર્યવારણને થશે.

 

Related posts

ઘરની લક્ષ્મીનું ઘર: કોરોનાનાં 2 વર્ષમાં 4.14 લાખ મહિલાઓના નામે મકાન ખરીદાયા

Mukhya Samachar

કંડલા પોર્ટના વિકાસ માટે મોદી સરકારનો નિર્ણય! આ કામ કરવા માટે આપ્યાં 4,539.84 કરોડ

Mukhya Samachar

રાજકોટ -અમદાવાદ હાઈવે પર ઈકો અને ડમ્પરના ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત, 6ની હાલત ગંભીર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy