Mukhya Samachar
BusinessGujarat

ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી

lithium refinery will be built in Gujarat
  • ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી
  • અમદાવાદમાં બુલેટપ્રૂફ જેકેટ અને ટેન્કનું ઉત્પાદન થશે
  • વાયબ્રન્ટ પૂર્વે વધુ 39 એમઓયુ કરાયા

ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત 2022નું આયોજન થનાર છે. આ સમિટમાં 30 જેટલા દેશના ઉદ્યોગ પતિઓ ખાસ હાજરી આપનાર છે. ત્યારે આજરોજ ગુજરાતમાં 300 મિલિયન ડોલરના મૂડી રોકાણ સાથે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપવા માટે મણીકરણ લીથીયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

lithium refinery will be built in Gujarat
The country’s first lithium refinery will be built in Gujarat

આ કંપની રિફાઇનરી સ્થાપવા માટેનું સ્થળ હવે પસંદ કરશે. આ રિફાઇનરીમાં હાઇ પ્યોરિટી બેટરી ગ્રેડ લિથિયમનું ઉત્પાદન થશે. દેશમાં અત્યારસુધીમાં આવી એકપણ રીફાઇનરી નથી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પૂર્વે દર સોમવારે સચિવાલયમાં એમઓયુ કરવાના ભાગરૂપે આજે વધુ 39 એમઓયુ થયા હતા. જેમાં એસડીએલઇ સ્ટાર ડિફેન્સ કંપની દ્વારા અમદાવાદમાં બુલેટપ્રૂફ જેકેટ, પિસ્તોલ અને ટેન્કના ઉત્પાદન માટે પણ મૂડી રોકાણના કરાર કર્યા હતા.

lithium refinery will be built in Gujarat
The country’s first lithium refinery will be built in Gujarat

અમદાવાદમાં નેનો સેટેલાઇટ માટે રીસર્ચ સેન્ટર સ્થાપવા માટે આઇજી ડ્રોન્સ કંપનીએ એમઓયુ કર્યા હતા. આ ઉપરાંત કેપ્ટીવ જેટી પ્રોજેક્ટ, સોલાર પાવર પ્લાન્ટ, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસેલીટી, કેમિકલ પ્લાન્ટ સહિતના એકમો સ્થાપવા એમઓયુ થયા હતા. વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા સ્ટ્રેટેજીક એમઓયુ પણ કરાયા હતા. વાયબ્રન્ટ સમિટ પૂર્વે અત્યારસુધીમાં કુલ 135 એમઓયુ થયા છે.

Related posts

સુરતમાં દિલ્હી જેવી ઘટના! કારે બાઇક સવાર દંપતીને ટક્કર મારી, પતિની લાશ 12 કિમી દૂરથી મળી

Mukhya Samachar

વેપારીઓ માટે સારા સમાચાર: જીએસટી ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવાઇ

Mukhya Samachar

ભૂપેન્દ્ર પટેલના 16 કેબિનેટ મંત્રીઓને મળી નવી જવાબદારી, બનાવાયા જિલ્લાના પ્રભારી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy