Mukhya Samachar
National

બ્રિટનના મહારાણી એલિઝાબેથ સેકન્ડનું નિધન! છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

The death of Queen Elizabeth II of Britain! He had been ill for some time

બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. બ્રિટનના મહારાણીની તબિયત થોડાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી. જાણકારી મહારાણી એલિઝાબેથને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. આ જાણકારી બકિંઘમ પેલેસ દ્વારા આપવામાં આવી છે.
બર્કિંઘમ પેલેસ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ક્વિન એલિઝાબેથ હવે આ દુનિયામાં રહ્યા નથી. સ્થાનીય સમય પ્રમાણે બપોરે તેમનું નિધન થયું છે. આ પછી તરત તેમના પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. દુખના સમયમાં આખો શાહી પરિવાર એક સાથે સ્કોટલેન્ડમાં છે.

The death of Queen Elizabeth II of Britain! He had been ill for some time

96 વર્ષીય મહારાણીની ગત વર્ષે ઓક્ટોબરમાં ઘણી વખત તબિયત ખરાબ થયા પછી સાજા થયા હતા. જોકે આ કારણે તેમને ચાલવા અને ઉભા થવામાં પરેશાની થતી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને કોરોના થયો હતો. તેમાંથી સ્વસ્થ થયા પછી તેમની હાલત ઠીક રહેતી ન હતી.
બીબીસીના રિપોર્ટ પ્રમાણે મહારાણી એલિઝાબેથના નિધન પછી શું થશે તેનો એક આખો પ્લાન બ્રિટનની સરકાર તરફથી બનાવવામાં આવ્યો છે. આ આખા પ્લાનને ઓપરેશન લંડન બ્રિજ કોડનેમ આપવામાં આવ્યું છે.
બધા ન્યૂઝરીડર્સને બ્લેક સૂટ અને બ્લેક ટાઇ પહેરવી પડશે. બધા કાર્યક્રમો રોકી દેવામાં આવશે. બીબીસી 1, 2 અને 4ને રોકી દેવામાં આવશે. યૂકેની સંસદ સાથે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્દન આયરલેન્ડને સ્થગિત કરી દેવામાં આવશે. જો સંસદ યોજાઇ રહી નહીં હોય તો તેને બોલાવવામાં આવશે. બધી સરકારી વેબસાઇટ્સ પણ કાળા બેનર્સ સાથે રહેશે.

Related posts

એરક્રાફ્ટ નિર્માતા કંપની બોઇંગે ભારતીય એરલાઇન્સની ક્ષમતા 25% સુધી વધારવાની સંભાવના વ્યક્ત કરી છે.

Mukhya Samachar

જલદી કરો GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટી તક! રાજ્યમાં 215 જગ્યાઓ માટે બહાર પડી ભરતી

Mukhya Samachar

કોરોના કહેર: છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ નોંધાયા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy