Mukhya Samachar
National

ચૂંટણીમાં કાળા નાણાંની હેરફેર પર ચૂંટણી પંચ રાખશે નજર! પોલિટિકલ ફંડીંગની મર્યાદા ઘટાડવાની વિચારણા

The Election Commission will keep an eye on the manipulation of black money in elections! Consideration of reducing political funding limits

ચૂંટણી ફંડીંગમાં કાળા નાણાના ઉપયોગને રોકવા માટેની કવાયત અંતર્ગત ચૂંટણી પંચે સોમવારે અજાણ્યા સ્ત્રોત પાસેથી મળેલી રાજકીય ફંડની મર્યાદાને 20,000 રૂપિયાથી ઘટાડીને 2000 રૂપિયા કરવા અને રોકડ દાનને 20 ટકા અથવા વધુંમાં વધુ 20 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ જાણકારી સરકારી સૂત્રોના હવાલેથી મળી છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂને લખેલા પત્રમાં પ્રતિનિધિત્વ અધિનિયમમાં કેટલાય સંશોધનની ભલામણ કરી છે. પ્રસ્તાવોનો ઉદ્દેશ્ય રાજકીય દળને મળતા ચૂંટણી ફંડની પ્રક્રિયામાં સુધારો અને પારદર્શિતા લાવવા તથા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવતા ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની યોગ્ય જાણકારી મેળવવાનો છે. આ કામથી હાલમાં 284 ડિફોલ્ટ અને માન્યતા પ્રાપ્ત વગરની રાજકીય પાર્ટીઓની યાદીમાંથી હટાવનારી પોલ પેનલની પૃષ્ઠભૂમિમાં ઉઠાવવામાં આવ્યો છે. તેમાંથી 253થી વધધારે નિષ્ક્રિય ઘોષિત કરી દેવામાં આવી છે. હાલમાં જ આવક વિભાગે કર ચોરીના આરોપમાં દેશભરમાંથી આવી કેટલીય સંસ્થાઓ અને ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.

The Election Commission will keep an eye on the manipulation of black money in elections! Consideration of reducing political funding limits

આયોગે જાણ્યું છે કે, અમુક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રસ્તૂત રિપોર્ટમાં મળતા ફંડને શૂન્ય બતાવ્યા હતા. પણ ખાતાને ઓડિટમાં મોટી માત્રામાં રસીદ મળી છે. તેનાથી સાબિત થઈ રહ્યું છે કે, 20,000 રૂપિયાની મર્યાદાથી નીચે રોકડમાં મોટા પાયે લેવડદેવડ થઈ છે. ચૂંટણી પંચે કોઈ પણ પાર્ટી દ્વારા પ્રાપ્ત કુલ ફંડમાંથી રોકડ દાનને 20 ટકા અથવા અધિકતમ 20 કરોડ રૂપિયા, જે પણ ઓછી હોય તેના પર મર્યાદાની પણ માગ કરી છે.

હાલમા રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પંચમાં જમા થનારા ફંડના રિપોર્ટમાં 20,000 રૂપિયાથી ઉપરના તમામ પ્રકારના ફંડની જાણકારી ઉજાગર કરે છે. જો ચૂંટણી પંચના પ્રસ્તાવને કાનૂન મંત્રાલય દ્વારા સ્વિકાર કરી લેવામાં આવે છે, તો 2000થી વધારેના ફંડની પણ જાણકારી રિપોર્ટમાં જાહેર કરવાની રહેશે.

ચૂંટણી લડનારા ઉમેદદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચમાં પારદર્શિતા લાવવા માટે એક પાર્ટી/ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા 2000 રૂપિયાથી ઉપરના તમામ ચુકવણીને ડિજિટલ અથવા અકાઉન્ટ પે ચેકના માધ્યમથી કરવાનું ફરજિયાત બનાવાની માગ કરી છે.

Related posts

મોદી કેબિનેટમાં મોટો નિર્ણય! પાંચ રાજ્યોની જાતિઓને ST સમુદાયમાં સામેલ કરાઇ

Mukhya Samachar

સ્પાઇસ જેટના ધાંધિયા! કરાચી બાદ હવે મુંબઈમાં સ્પાઈસજેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ

Mukhya Samachar

કેદારનાથમાં પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ! ભારે વરસાદ ને કારણે કેદારનાથ યાત્રા પર લાગી બ્રેક હજારો યાત્રાળુઓ ફસાયા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy