Mukhya Samachar
Entertainment

ભારતીય વૈજ્ઞાનિક પર બનેલી ફિલ્મને કાન ફેસ્ટિવલમાં મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચા આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ પૈકીના એક કાન્સ ફેસ્ટિવલમાં દેશ અને દુનિયાના ઘણા મોટા કલાકારો ભાગ લઈ રહ્યા છે.

  • કાન્સમાં છવાઈ માધવનની ફિલ્મ 
  • રોકેટ્રીને મળી સ્ટેન્ડિંગ ઓવેશન 
  • ટ્વીટર સેલેબ્સ કરી રહ્યા વખાણ 

આ ક્રમમાં ભારતીય સિનેમાના ફેમસ એક્ટર આર માધવન પણ આ ફેસ્ટિવલમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. અભિનેતાની આગામી ફિલ્મ રોકેટ્રી ધ નંબી ઇફેક્ટનું પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ ખાસ અવસર પર પોતાની ખુશી વ્યક્ત કરતા માધવને સોશિયલ મીડિયા પર તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

હકીકતે આ ફિલ્મનું પ્રીમિયર જોયા બાદ દરેક માધવનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં, જાણીતા ફિલ્મમેકર અશ્વિની ચૌધરીએ પ્રીમિયરનો એક વીડિયો શેર કરીને માધવનના વખાણ કર્યા હતા.

ફિલ્મમેકરે ટ્વીટ કરીને લખ્યું, શાનદાર કામ ડિરેક્ટર સાહેબ. અભિનેતા માધવનને ખૂબ પ્રેમ અને ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અશ્વિની ચૌધરીના આ ટ્વીટનો જવાબ આપતા અભિનેતા માધવને લખ્યું, અશ્વિનીજી તમારો ખૂબ ખૂબ આભાર. ખરેખર મારા દિલને સ્પર્શી ગયું.

ત્યાંજ ફેમસ સંગીતકાર અને ગાયક એઆર રહેમાને પણ માધવન અને તેની ફિલ્મના વખાણ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ટ્વીટર પર પોસ્ટ શેર કરતા સિંગરે લખ્યું કે, “કાન્સમાં હમણાં જ ફિલ્મ રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ જોઈ. ભારતીય સિનેમાને નવો અવાજ આપવા બદલ માધવનનો આભાર. ત્યાં જ ફેમસ ડાયરેક્ટર શેખર કપૂરે પણ માધવન અને તેની ફિલ્મની પ્રશંસા કરી હતી.

બોલિવૂડ અભિનેતા આર. માધવન જાણીતા વૈજ્ઞાનિક નાંબી નારાયણના જીવન પર આધારિત ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મને રાઈટ, ડાયરેક્ટ આર. માધવને કરી છે. હાલમાં જ ફિલ્મ રોકેટ્રી: ધ નાંબી ઇફેક્ટનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. જે દર્શાવે છે કે નાંબીને નાસા તરફથી ઓફર મળી છે. નાંબીના જીવન પર આધારિત, આ ફિલ્મનું પ્રીમિયર ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.

 

Related posts

જાણો અક્ષય કુમારની “સમ્રાટ પૃથ્વીરાજ” ફિલ્મની પહેલાં દિવસની કેટલી રહી કમાણી

Mukhya Samachar

શેરમાર્કેટ બાદ હવે આ સ્કેમ પર “સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી” આવી રહી છે સીરીઝ

Mukhya Samachar

ગુલાબી કે વાદળી નહીં રણબીર કપૂર-આલિયા ભટ્ટના બેબીરૂમનો કલર હશે કઈક આવો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy