Mukhya Samachar
Gujarat

જામનગરમાં બની રહેલ વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે પ્રાણીઓનો કાફલો આવી પોહ્ચ્યો

The fleet of animals arrived at Jamnagar for the world's largest zoo

ગુજરાતમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીના સહયોગથી 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે.

  • ગુજરાતમાં આવ્યાં વિદેશી પ્રાણી
  • દક્ષિણ આફ્રિકાના મોરેક્કોથી પ્રાણી લવાયા
  • જામનગર મોકલાશે પ્રાણી

જામનગરમાં નિર્મિત પ્રાણીસંગ્રહાલય માટે વિદેશમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે. વિમાન મારફતે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી આ પ્રાણીઓને લાવવામાં આવ્યાં છે. પ્રાણીસંગ્રહાયલ માટે 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરેંડી, 10 લિંક્સ, 04 ટેમાનાડોસ, 03 ઓકેલોટ અને 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. મોડી રાત્રે આ તમામ પ્રાણીઓને રશિયન કાર્ગો વિમાન મારફતે લાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં અન્ય પ્રાણીઓ પણ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. જેના માટે આ તમામ પ્રાણીઓને લાવવામાં આવ્યાં છે.

The fleet of animals arrived at Jamnagar for the world's largest zoo

જામનગરમાં બની રહ્યું છે સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય

‘ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રહેશે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પણ હાલ ઝડપથી તેણે આખરી ઓપ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે.

રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલય સામાન્ય જનતા માટે ખૂલ્લું નહીં રહે

જામનગરનું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લુ નહીં રહે. રેસ્ક્યૂ સેન્ટર RILની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે.

The fleet of animals arrived at Jamnagar for the world's largest zoo

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ પામશે

જામનગર જિલ્લામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે. જે એક જ સ્થાને પ્રાણીઓની સંખ્યા અને પ્રજાતિની દ્રષ્ટ્રિએ જામનગરમાં મેગા ઝૂ બનાવવામાં આવી રહ્યું છે. એસોચમ ફાઉન્ડેશન અંતર્ગત વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ગુજરાત વિશે વાત કરવામાં આવી હતી.

 

 

Related posts

રાજકોટના ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે ચૂકવવો પડશે રૂ 351નો ચાર્જ, શ્રદ્ધાળુઓ દ્વારા ટ્રસ્ટના નિર્ણયનો વિરોધ

Mukhya Samachar

2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ: બોમ્બ બ્લાસ્ટના દોષિતો ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં પહોંચ્યા, ચુકાદાને પડકાર્યો

Mukhya Samachar

BJP Meeting : સી આર પાટીલ સહીત 600 કાર્યકરોનું મંથન, બે દિવસીય કારોબારી બેઠકમાં ઘડાશે આગામી લોકસભા ચૂંટણીનો પ્લાન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy