Mukhya Samachar
Gujarat

રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીને મહત્વની જવાબદારી સોપાઈ! પંજાબ અને ચંડીગઢના પ્રભારી તરીકે થઈ નિમણૂક

The former CM of the state Vijay Rupani was given an important responsibility! Appointed as in-charge of Punjab and Chandigarh

આગામી 2024 વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ ભાજપ હાઇકમાન્ડે શરૂ કરી દીધી છે. વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાઇકમાન્ડે મોટી જવાબદારી આપી છે. રૂપાણીને પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિજય રૂપાણીને સંગઠનનો બહોળો અનુભવ છે, ત્યારે પાર્ટી તેમના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરવામાં માગે છે.

The former CM of the state Vijay Rupani was given an important responsibility! Appointed as in-charge of Punjab and Chandigarh
ભાજપ દ્વારા રાજ્યોના નવા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળના મંગલ પાંડે, હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્યપ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્માને પ્રભારી બનાવાયા છે. જ્યારે સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિજય રૂપાણી સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા, ત્યારે તેમણે ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. અમે કોઇ પદ માટે કામ કરતા નથી. કોઇ ટિકિટો માટે કામ કરતા નથી. પાર્ટી જે કંઇ કામ સોંપે છે, એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.

Related posts

સુપ્રીમકોર્ટે કોરોના સહાય મુદ્દે ગુજરાત સરકારને ઝાટકી

Mukhya Samachar

રાજકોટમાં ધમકી: કાલે 1.25 કરોડ આપી દેજે નહિતર જીવવા નહીં દઉં’

Mukhya Samachar

રાજ્યના 138 તાલુકામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ! અનેક જગ્યાએ જોવા મળ્યું વરસાદનું રૌદ્ર સ્વરૂપ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy