Mukhya Samachar
Gujarat

કોરોના સામે લડવા માટે સરકારે આ મહત્વનું પગલું લીધું

gujrat night carfue
  • કોરોનામાં ઉછાળો આવતા રાત્રિ કરફ્યુના સમયમાં વધારો કરાયો
  • રાજ્યમાં રાતે 11થી સવારે 5 સુધી રહેશે કરફ્યુ
  • રાજ્યના 8 મહાનગરોમાં લાગુ પડશે નિયમ

રાજ્યમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી બાદ કોરોના કેસોમાં સતત વાધરો નોંધાઈ રહ્યો છે. જેને કારણે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને યોગ્ય આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે દેશના અનેક રાજ્યોમાં સરકારે પગલાં લીધા છે. ત્યારે ગુજરાત સરકારે પણ આજે મોટી જાહેરાત કરી છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કર્યો છે. હવેથી રાજ્યમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

20 તારીખે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું. સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં તમામ દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

આ નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. 20 તારીખે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આશરે છ મહિના જેટલા સમય બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસ 100ને પાર થયા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ પણ રાજ્યમાં વધતા સરકારે નાઈટ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ રાજ્યના 8 મહાનગરોમાં હવે રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે.

Related posts

‘ખેરાલુ વિકાસ માટે મારે ચૂંટણી લડવી છે’: જિગ્નેશ બારોટ અપક્ષ તરીકે લડશે ચૂંટણી

Mukhya Samachar

Atal Bridge : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ સ્થળ સાબિત થયું ‘કમાઉ દીકરો’

Mukhya Samachar

પ્રજાસત્તાક દિવસ પહેલા ભારત-પાક સરહદે સુરક્ષા વધારવા BSFએ ‘ઓપરેશન એલર્ટ’ કવાયત શરૂ કરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy