Mukhya Samachar
BusinessNational

ચૂંટણી પૂર્વે સરકાર ખેડૂતોને બજેટમાં રાજી કરશે!!

BUDGET 2022
  • ચૂંટણી પૂર્વે સરકાર ખેડૂતોને બજેટમાં રાજી કરશે!!
  • ખાતર સબસિડીમાં વધારાનું આયોજન
  • 5 રાજ્યોની ચૂંટણી પૂર્વે 2022નું બજેટ કરશે જાહેર
BUDGET 2022
The government will persuade the farmers in the budget before the elections !!

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીનેે કેન્દ્ર સરકાર 2022ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને લગભગ 19 અબજ ડોલર અથવા તો 1.4 લાખ કરોડ રૃપિયાની સબસિડી આપવાનું આયોજન ધરાવે છે, એમ આ અંગે જાણકારી ધરાવનારી વ્યક્તિએ જણાવ્યું હતું. નાણા મંત્રાલયે પહેલી ફેબુ્રઆરી 2021ના રોજ રજૂ થનારા બજેટમાં પહેલેથી જ ખાતર સબસિડી પેટે 1.4 લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે.

BUDGET 2022
The government will persuade the farmers in the budget before the elections !!

ગયા વર્ષે આ રકમ 1.3 લાખ કરોડ રૃપિયા હતી. આ વર્ષે ખર્ચમાં વધારો થવાનું કારણ કાચા માલનો ઊંચો ખર્ચ છે, એમ વ્યક્તિએ ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું. જો કે આ અંગે હજી પણ ચર્ચા ચાલી રહી છે અને તેના અંગે હજી સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્વે જ બજેટમાં આ પ્રકારની જાહેરાત કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નવા કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોને લોભાવવાનો પ્રયાસ કરશે. ખેડૂતોએ એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી નવા કાયદા સામે દેખાવ કર્યા હતા. ભારતની ૧.૪ અબજની વસ્તીમાં અડધી વસ્તી એટલે કે 84 ટકા વસ્તી ખેતી પર આધારિત છે. ચૂંટણી જીતવા તેમનું સમર્થન ઘણું મહત્ત્વનું મનાય છે.

Related posts

ગેર માન્ય રાજકીય પક્ષો સામે આવકવેરા વિભાગના દરોડા, કરચોરીના આરોપમાં કાર્યવાહી કરાઇ

Mukhya Samachar

29,616 ગામડાઓમાં 4G સેવા શરુ કરવા મોદી સરકારની 26,316 કરોડની ફાળવણી

mukhyasamachar

આ બેંકના ખાતાધારકો માટે જરૂરી સમાચાર, રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય; જાણવું જરૂરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy