Mukhya Samachar
Business

કપડાં પરનો GST વધારો મોકૂફ રખાયો 5 ટકા દર યથાવત રેહશે

CLOTH GST
  • કપડાં પરનો GST વધારો મોકૂફ રખાયો  5 ટકા દર યથાવત રેહશે
  • વેપારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી
  • કાપડ વેપારીઓના સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી

ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા થોડા દિવસોથી જીએસટી દરમાં વધારાના મુદ્દાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. ટેક્સટાઈલ ઉદ્યોગમાં હાલ 5% જીએસટી વસૂલવામાં આવી રહી હતી. જેને જીએસટી કાઉન્સિલ દ્વારા 12% કરવા માટે નિર્ણય લેવાયો હતો. સમગ્ર દેશભરના અને સુરતના વેપારીઓએ તેનો વિવિધ પ્લેટફોર્મ ઉપર વિરોધ નોંધાવીને જીએસટી દર યથાવત રાખવા માટેની માંગ કરી હતી. ગઇકાલે પણ વેપારીઓએ તમામ માર્કેટો જડબેસલાક બંધ રાખીને પોતાની એકતાનો પરચો બતાવ્યો હતો.

દરમિયાન આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ પરનો જીએસટી દર યથાવત રાખતાં સુરતના વેપારીઓ ગેલમાં આવી ગયા છે. વેપારીઓ એકબીજાને મીઠાઇ ખવડાવીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.  સુરત શહેરના વેપારી સંગઠનો દ્વારા તેમજ દેશભરમાંથી કાપડના વેપારીઓએ કેન્દ્ર સરકાર તેમજ જીએસટી કાઉન્સિલને પોતાની રજૂઆત ખૂબ જ ઊંડાણપૂર્વક મોકલી હતી. જેમાં જીએસટી વધારાને કારણે ઉદ્યોગને કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કોરોનાના કપરાકાળમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગ ધીરે ધીરે વેગ પકડી રહ્યો છે. જો જીએસટી 12% અમલમાં લાવી દેવામાં આવે તો ઉદ્યોગને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હતી.

ફોસ્ટાના ડિરેક્ટએ જણાવ્યું હતું કે આખરે જીએસટી કાઉન્સિલે વેપારીઓની માંગણી સ્વીકાર કરી છે જેને અમે ખૂબ જ આવકારીએ છીએ. આ મુદ્દો ખરેખર વેપારીઓ માટે ખૂબ જ મહત્વનો હતો. જીએસટીમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ પરિવારના લોકોએ કાપડ ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડે તેવી સ્થિતિ હતી. આખરે સ્થાનિક સાંસદો અને રાજ્ય સરકારના સહયોગથી અમે અમારી માંગ યોગ્ય પ્લેટફોર્મ ઉપર મૂકી શક્યા અને તેમને સફળતા મળી છે.

Related posts

વૈશ્વિક સ્તરે સર્જાયેલ અફરાતફરીની ભારતમાં અસર; દેશમાં થેયલ 7.8 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચાવાની સંભાવના

Mukhya Samachar

ધ્યાન રાખજો: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બેન્ક રહેશે બંધ!!

Mukhya Samachar

ભાવવધારાએ સામાન્ય જનતાની કમર તોડી! લોકોએ ખરીદી પર લગાવી લગામ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy