Mukhya Samachar
Sports

ICC એ ખેલાડીઓના ઈનામની રકમોમાં કર્યા કઈક આવા ફેરફાર

ICC changes in the prize money
  • ICC એ ઈનામની રકમોમાં કર્યો વધારો
  • આગામી મહિલા વર્લ્ડ કપ માટે ઇનામી રકમની જાહેરાત કરી
  • વિજેતા ટીમને 13 લાખ 20 હજાર ડોલર અપાશે
  • ICC  changes in the prize money
    The ICC has made some such changes in the prize money of the players

ICC એ આગામી મહિલા વર્લ્ડ કપ માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. આ મુજબ વિજેતા ટીમને 13 લાખ 20 હજાર ડોલર એટ્લે કે 9.93 કરોડ રૂપિયા ની ઈનામી રકમ મળશે. વર્ષ 2017માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમને મળેલી રકમ કરતાં આ રકમ બમણી છે. ICCએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. આ મુજબ ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમમાં 75 ટકાનો વધારો થયો છે. $3.5 મિલિયનની ઈનામી રકમ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમોમાં વહેંચવામાં આવશે, જે અગાઉની ટુર્નામેન્ટ કરતા $1.5 મિલિયન વધુ છે.

ICC changes  prize money
The ICC has made some such changes in the prize money of the players

ટુર્નામેન્ટની રનર-અપ ટીમને $600,000 ની ઈનામી રકમ મળશે, જે 2017ની રનર-અપ કરતા $2.7 મિલિયન વધુ છે. ઉલ્લેખનીય છે કે, 2017ના મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રનર અપ રહી હતી. સેમીફાઈનલમાં હારનાર બંને ટીમોને ત્રણ-ત્રણ લાખ ડોલર મળશે. તે જ સમયે, ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ચાર ટીમોમાંથી દરેકને $70,000 મળશે, જે અગાઉની ટુર્નામેન્ટમાં $30,000ની સરખામણીમાં બમણાથી વધુ છે. ગ્રુપ સ્ટેજ જીતનાર દરેક ટીમને $700,000 માંથી દરેક જીત માટે $25,000 પ્રાપ્ત થશે. ગત વર્લ્ડ કપમાં ભારતને નવ રને હરાવીને ચોથી વખત ટાઈટલ જીતનાર ઈંગ્લેન્ડને છ લાખ 60 હજાર ડોલરની રકમ મળી છે.

ICC changes in the prize money
The ICC has made some such changes in the prize money of the players

ન્યુઝીલેન્ડમાં યોજાનારા આ વર્લ્ડ કપમાં કુલ 28 ગ્રુપ મેચો રમાશે, જે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. તમામ આઠ ટીમોને એક-બીજા સામે એકવાર રમવાની તક મળશે. વિજેતા ટીમને બે પોઈન્ટ મળશે જ્યારે ટાઈ અથવા પરિણામ ન આવવાની સ્થિતિમાં બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. ત્યારબાદ પોઈન્ટ ટેબલની ટોચની ચાર ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.

Related posts

સુશીલા દેવીએ જુડોમાં સિલ્વર મેડલ જીતી ભારતને અપાવ્યું 8મુ મેડલ

Mukhya Samachar

ઇંગ્લેન્ડ સામે હાર બાદ ભારતીય ટીમને વધુ એક ઝટકો જાણો શુકામ કરાયો દંડ

Mukhya Samachar

અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ ટીમે સુરેશ રૈનાને આપ્યું કઈક આવું ટ્રિબ્યુટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy