Mukhya Samachar
Gujarat

કેશોદમાં RTI દ્વારા માંગેલી માહિતી અધુરી આપવામાં આવી

The information sought by RTI in Keshod was incomplete
  • RTI દ્વારા માંગેલી માહિતી અધુરી આપવામાં આવી
  • કેશોદના વેપારી અગ્રણી દ્વારા RTI કરાઇ હતી
  • પાલિકાના ફાયર વિભાગમાં ભરતી મામલે કરાઇ હતી RTI

જુનાગઢ જિલ્લાના કેશોદ નગર પાલિકા દ્વારા ફાયર વિભાગમાં કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ થયુંછે જે બાબતે કેશોદના વેપારી અગ્રણી રાજુ બોદર દ્વારા માહિતી માંગતા કચેરી દ્વારા ઠાગા ઠૈયા કરી અપુરતી માહીતી આપવામાં આવી છે.

કેશોદના વેપારી રાજુ બોદર દ્વારા નાગરિકતા અધિનિયમ 2005 મુજબ કેશોદ નગર સેવા સદન દ્વારા જૂનાગઢ જિલ્લા હેઠળનું ફાયર સ્ટેશન કેશોદ મુકામે કાર્યરત થતા મોટી સંખ્યામાં ભરતી કરવાની ફરજ પડેલ હોય ત્યારે કેશોદ નગર પાલિકા દ્વારા ઉચ્ચ સ્તરીય ઓર્ડર મુજબ કેશોદ નગર સેવા સદન દ્વારા ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવેલ છે

The information sought by RTI in Keshod was incomplete

ત્યારે આ ભરતીને લઈ ભ્રષ્ટાચાર થયાની અને કચેરીના લાગતા વળગતા મળતીયાઓની ભરતી થઈ હોવાની શંકા જથા કેશોદના વેપારી અગ્રણી રાજુ બોદર દ્વારા માહિતી માંગવામાં આવી હતી પરંતુ કચેરી દ્વારા અપૂરતી માહિતી આપવામાં આવેલછે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને ભાવનગર વિભાગને અપીલ કરતા એવું લેખિત જણાવવામાં આવેલછે

જે માહિતી માંગવામાં આવેલ છે તે આપવી પરંતુ કેશોદ નગર સેવા સદન દ્વારા કોઈ પણ ગેરરીતિઓ કરવામાં આવેલ હોય ત્યારે હાલ સુધી પણ માહિતી આપવામા આવેલ નથી આ બાબતને લઈ કેશોદના વેપારી રાજુ ભાઈ બોદર દ્વારા એવું પણ જણાવ્યું છે કે નેવું દિવસના ટાઈમમાં જો પૂરતી માહિતી આપવામાં નહિ આવે તો હું ગાંધીનગરથી અપીલ અરજી. દાખલ કરી અને કાયદેસર માહિતી મેળવીને જ જંપીશ

 

Related posts

હવે ગુજરાતના વિધાર્થીઓને મળશે કશ્મીરી યુનિવર્સિટીમાં ત્યાંની સંસ્કૃતિ વિષે અભ્યાસ કરવાનો લાભ 

Mukhya Samachar

ગુજરાતના નવસારીમાં મોટો અકસ્માત, કાર સાથે બસ અથડાતા દુર્ઘટનામાં 9 લોકોના મોત

Mukhya Samachar

મેઘો અનરાધાર! આજે રાજ્યના 134 તાલુકામાં મેઘમહેર વચ્ચે 15થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy