Mukhya Samachar
Gujarat

ગુજરાતના આ જિલ્લામાંથી ઝડપાયું રાજ્યનું સૌથી મોટું ગાંજાનું વાવેતર! પોલીસે 2 કરોડ 27 લાખના જથ્થા સાથે 2ની ધરપકડ કરી

The largest ganja plantation of the state was caught from this district of Gujarat! Police arrested 2 with the amount of 2 crore 27 lakh

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે રાજ્યમાં વધુ એક જગ્યાએથી લાખોની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઠેર-ઠેર રાજ્યમાં ખાનગી રાહે પ્રતિબંધત્મક કેફી દ્રવ્યોનું ગેરકાયદેસર વાવેતર કરવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે.

એવામાં બાયડના વાગવલ્લા ગામે 11 જેટલાં ખેતરોમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. 11 ખેતરોમાંથી કુલ 2 હજાર 272 કિલો ગાંજાનો જથ્થો પોલીસને હાથે લાગ્યો છે. ખેતરમાં તુવેર અને કપાસની વચ્ચે ગાંજાનું વાવેતર થયું હતું. ડ્રોનની મદદથી બે કિમી સુધીના વિસ્તારમાંથી ડ્રગ્સનું રેકેટ ઝડપાયું છે. હાલમાં પોલીસે આ મામલે કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

The largest ganja plantation of the state was caught from this district of Gujarat! Police arrested 2 with the amount of 2 crore 27 lakh

જેમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 7 આરોપીઓ ફરાર થઇ ગયા છે. બાયડ પોલીસ અને LCBએ તમામ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઇએ કે, બાયડના ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા વાઘવલ્લા ગામે આવેલા ખેતરમાં પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાની ખેતી થતી હોવાની પોલીસને બાતમી મળી હતી.

જેના આધારે અરવલ્લી જિલ્લા LCB, SOG અને બાયડ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા લગભગ 11 જેટલા ખેતરોમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું. જેને લઈને આખાય વાઘવલ્લા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Related posts

ગાંધીનગર ચ-6 રોડ પર સ્કૂલવાને માટે પલટી! 10 બાળકો થયા ઇજાગ્રસ્ત

Mukhya Samachar

ધાંગધ્રામાં 600 ફૂટ ઊંડા બોરમાં પડેલા બાળકીનું ભારે જહેમત બાદ રેસક્યું!

Mukhya Samachar

ગુજરાતમાં કોરોના બેકાબૂ? મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે બેઠક

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy