Mukhya Samachar
FitnessNational

આજથી સરોગસી માટે કાયદો અમલમાં આવ્યો

આજથી સરોગસી માટે કાયદો અમલમાં આવ્યો
કાયદો ભંગ કરનારને 10 લાખ દંડ સહિત 10 વર્ષની સજા
કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે
The law for surrogacy
The law for surrogacy came into force from today

આજના આધુનિક યુગના જીવનમાં મેડિકલક્ષેત્રે વધી રહેલા સરોગેસી માતાના ચલણના મામલે સરકારે કડક કાયદો અમલમાં લાવી દીધો છે. 25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે, એ મુજબ હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ એક રીતે ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. જો નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે. આજથી સરોગેસી નિયમ અમલમાં આવતા હવેથી ધંધાદારી સરોગેસી નિષેધ થયો છે.

The law for surrogacy
The law for surrogacy came into force from today

અલ્ટ્રાયુસ્ટિક સરોગેસી જ કાયદાકીય કે, જેમાં મેડિકલ ખર્ચ તથા 36 મહિનાના વીમા સિવાય કોઈપણ ચાર્જ, ફી, વળતરનો સમાવેશ થતો નથી. સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. સરોગેસી કોણ કરાવી શકે તેના માટે જો વાત કરવામાં આવે તો મહિલા પરિણીત હોવી જોઈએ. સ્ત્રીની ઉંમર 23થી 50 વચ્ચે હોવી જોઈએ. તેમજ પુરુષની ઉંમર 26થી 55 વચ્ચે હોવી જોઈએ. આસાથે  ઇચ્છુક દંપતીને કુદરતી, દત્તક કે સરોગેટથી પણ કોઈ જીવિત બાળક હોવું ન જોઇએ.

The law for surrogacy
The law for surrogacy came into force from today

મેડિકલના જાણકારો કહે છે કે સરોગેસી મામલે અગાઉ કોઇ નિયમ ન હતા. કૂખ ભાડે આપનારી મહિલાઓ મળી રહેતી હતી, જેનો ચાર્જ કૂખ ભાડે લેનાર દંપતી ચૂકવતા હતા. મેડિકોલીગલ એક્સપર્ટ ડો. વિનેશ શાહ કહે છે, સરકારે ઘડેલો કાયદો મંગળવારથી અમલમાં આવશે. અત્યારસુધી સરોગેસી મામલે કોઇ રોકટોક ન હતી, એટલે પ્રોફેશનલ્સ પણ એક્ટિવ હતા. હવે કાયદાનો ભંગ થાય તો કડક સજાની જોગવાઈ છે.

Related posts

ત્રણ કલાકની પૂછપરછ બાદ દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાને છોડી દીધો

Mukhya Samachar

બંગાળમાં બનશે દેશનું બીજું સબમરીન મ્યુઝિયમ , નેવીમાં કારકિર્દી બનાવવાની મળશે પ્રેરણા

Mukhya Samachar

વિદેશમાં રહેતા ભારતીયો ‘સોફ્ટ પાવર’નું પ્રતિનિધિત્વ કરે છે, સંસદીય સમિતિએ લોકસભામાં અહેવાલ રજૂ કર્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy