Mukhya Samachar
Gujarat

ઉપલેટાની બજારો બની સુમસાન: ગરમીને લઈ બજારોમાં ઊડે છે કાગડા

  • ઉપલેટામાં ભારે તડકાને લઈ લોકો ગરમીથી પરેશાન થતા બજાર ઠપ
  • હલ-ચલ ન હોવાને કારણે કરફ્યુ જેવો માહોલ સર્જ્યો
  • વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે અને લોકો પણ તડકામાં નથી નીકળી રહ્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરમીથી લોકો હેરાન થતા બજારમાં કોઈ હલ-ચલ ન હોવાને કારણે કરફ્યુ જેવો માહોલ સર્જાતા વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે અને લોકો પણ તડકામાં નથી નીકળી રહ્યા. હાલ ઉનાળાને લઈ કાળજાળ તડકાઓ પડી રહ્યા છે જેમાં લોકો ગરમીથી હેરાન પરેશાન હોય છે જેને કારણે ઉપલેટાની બજારમાં માણસોની અવર-જવર નહિવત હોવાને કારણે વેપારીઓને ત્યાં ઘરાધી ન હોવાથી વેપારી પરેશાન થઈ રહ્યા છે.

જે રીતે ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ ન કરતા હોય જેને લઈ શહેરના માર્ગો ખાલી – ખમ જોવા મળી રહ્યા છે અતિશય ગરમીને લઈ ગામડાના લોકો પણ શહેરમાં આવવાનું અને ખરીદી કરવાનું ટાળી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ વર્ષ ગરમી અને તડકાઓ જાણે આકાશમાંથી અગન વર્ષા થતી હોઈ તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી શહેરમાં માત્ર એકલ-દોકલ માણસો આવતા જોવા મળી રહ્યા છે. જે રીતે આ વર્ષ ગરમી અને તડકાનો પારો વધુ ઉચક્યો છે ત્યારે બજારો પણ ખાલી ખમ છે ત્યારે સિઝનના સમયમાં લેવાલી નહિ દેખાતા વ્યાપારીઓ પણ મુજવણમાં જોવા મળી રહ્યા છે.

Related posts

મેડીકલ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન બદલ ગોકુલ હોસ્પિટલના ડો. તેજસ કરમટાનું વિશેષ સન્માન કરાયું

Mukhya Samachar

ગુજરાત પોલીસ બની ડિજિટલ; હવે વાહન કે મોબાઈલ ચોરીના બનાવમાં ઓનલાઇન E-FIR દાખલ કરી શકશો

Mukhya Samachar

સૌરાષ્ટ્રની મોટી રાજકોટ દાણાપીઠે બંધ પાળ્યું! કરિયાણા પર 5% GST લાદવાનો વિરોધ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy