Mukhya Samachar
Gujarat

મોરબી ઝૂલતા પુલની ઘટનાની સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે સુનાવણી થશે

The Morbi hanging bridge incident will be heard in the Supreme Court on November 14

મોરબીમાં થયેલી મોટી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પર 14 નવેમ્બરે સુનાવણી થશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ PIL ફાઇલ કરી છે. તેમાં દુર્ઘટના મામલે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

રાજ્યમાં ગમગીની ફેલાવનારા મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલે 134 લોકોના ભોગ લીધા છે. આ સાથે હજી 17 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મચ્છુની ગોજારી ઘટનાનો તાગ મેળવવા વડાપ્રધાન મોદી આજે બપોર બાદ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે.

The Morbi hanging bridge incident will be heard in the Supreme Court on November 14

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સાંજે ગાંધીનગરના રાજભવનમાં મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે, અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ મળે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો પુલ તૂટવાના કેસમાં સોમવારે ઓરેવા ગ્રુપના ચાર કર્મચારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. અંગ્રેજોના જમાનામાં બનેલા આ પુલની જાળવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપને મળ્યો હતો.

 

Related posts

ગોંડલમાં હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં અકસ્માત થતા 3 શ્રમિકના મોત!

Mukhya Samachar

ગુજરાત બન્યું હુક્કાબાર! અમદાવામાં ગાર્ડનમાં બેસી જાહેરમાં હુક્કા પાર્ટી કરતાં ટપોરીઓ

Mukhya Samachar

મોરબી પૂલ દુર્ઘટના બાદ રાજયભરમાં તંત્ર સફાળું જાગ્યું! આ શહેરમાં બંધ કરાયો રેલવેનો ફૂટ બ્રિજ: એકસાથે 16 પુલોની તપાસ હાથ ધરાઇ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy