Mukhya Samachar
Gujarat

AAP ના કાર્યાલય પર દરોડા મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું! પોલીસે કર્યો ખુલાસો

The politics of Gujarat heated up due to the raid on AAP's office! The police explained

અમદાવાદમાં AAP ના કાર્યાલય પર દરોડા મામલે રાજકારણ ગરમાયું છે. અમદાવાદમાં AAP ના કાર્યાલય પર પોલીસે દરોડા પાડ્યા હોવાનો દાવો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા કરાયો છે. જ્યારે કે, અમદાવાદ પોલીસે આપના દાવાનું ખંડન કર્યું છે. અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો કે, અમદાવાદના AAPના કાર્યાલય પર કોઈ દરોડા પડ્યા નથી. ત્યારે હવે ઓફિસ પર દરોડાને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયુ છે. આ બાદ આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો કે, આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ પર રેડ થઈ હતી.

The politics of Gujarat heated up due to the raid on AAP's office! The police explained
આપનો દરોડાના દાવો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં AAP ના કાર્યાલય પર દરોડા પાડ્યાનો દાવો ઈસુદાન ગઢવીએ કર્યો. પોલીસે રેડ કર્યાનો ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી દાવો કર્યો. તો રેડના દાવા અંગે અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું. આપના નેતા ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે, આમ આદમી પાર્ટીની ઓફિસ પર ગુજરાત પોલીસની 2 કલાકની રેડમાં કંઈ મળ્યું નથી. તેઓ ફરી આવશે. AAP કાર્યાલય પર 2 કલાક રેડ ચાલ્યાનો દાવો કરાયો છે.

તો બીજી તરફ, AAPના કાર્યાલય પર દરોડા પાડ્યા નથી તેવો ખુલાસો અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને ઈસુદાનના દાવાનું ખંડન કર્યું છે. અમદાવાદ પોલીસે ટ્વીટમાં કહ્યું કે,ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી. અમદાવાદના AAPના કાર્યાલય પર કોઈ દરોડા પડ્યા નથી.

The politics of Gujarat heated up due to the raid on AAP's office! The police explained
ભાજપના નેતા ભરત ડાંગરે આપના દાવા વિશે કહ્યું કે, જો રેડ પડી હોય તો સીસીટીવી જાહેર કરો. તેઓ જુઠ્ઠા છે. તેમનાથી દિલ્હીની જનતા કંટાળી ગઈ છે, અને હવે તેઓ ગુજરાતમાં આવીને વાયદા કરે છે. તો બીજી તરફ, દિલ્હીમાં નોકરી મામલે ભાજપે AAP પર પ્રહાર કર્યા છે. પાણી બોર્ડમાં નોકરી મામલે યજ્ઞેશ દવેએ આરોપ મૂક્યો કે, 700 લોકોને કાયમી નોકરી આપ્યાનો AAP નો દાવો હતો. પરંતું ફેબ્રુઆરીમાં કોઈને પણ કાયમી ન કર્યાનો RTI માં ખુલાસો થયો છે.

Related posts

રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ મળી શકે છે

Mukhya Samachar

500 વર્ષ બાદ પાવાગઢ મંદિર પર ધજા ફરકી! માતાજીને પ્રાર્થના કરતા જ વડાપ્રધાનની આંખો ભીંજાઈ

Mukhya Samachar

વસોની વિસામો ટિફિન સેવા નિરાધારનો “વિસામો” બન્યું! ઘરે ટિફિન પહોચાડી નિરધારોની આતરડી ઠારે છે આ સંસ્થા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy