Mukhya Samachar
Gujarat

વર્તમાન DGP વય મર્યાદાથી થયા નિવૃત, રાજ્યના નવા ડીજીપી તરીકેનો ચાર્જ સોંપાશે વિકાસ સહાયને

The present DGP retired by the age limit, the charge as the new DGP of the state will be handed over to Vikas Aid

વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપાશે. મોડી સાંજ સુધીમાં તેમને આ અંગેના ઓર્ડર અપાઇ શકે છે. આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે સાંજ સુધીમાં વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો કાર્યભાર સંભાળવાનો ઓર્ડર મળી શકે છે. DG ભવન ખાતે સાંજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. જેમાં આશિષ ભાટિયાનો ફેરવેલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસંગે જ નવા ઇન્ચાર્જ DGPના નામની જાહેરાત કરવામાં આવશે.

The present DGP retired by the age limit, the charge as the new DGP of the state will be handed over to Vikas Aid

વિકાસ સહાયે CM ભુપેન્દ્ર પટેલ સાથે કરી શુભેચ્છા મુલાકાત

ઇન્ચાર્જ ડીજીની વરણી પહેલા જ વિકાસ સહાયે CMO કાર્યાલય પહોંચીને CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. હાલમાં વિકાસ સહાય ગુજરાત પોલીસ એકેડમીના વડા છે. ત્યારે હવે તેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો કાર્યભાર પણ સંભાળવાનો રહેશે. ઇન્ચાર્જ DGP તરીકે જ્યારે ચાર્જ સોંપવામાં આવે છે ત્યારે તેમનાથી સિનિયર અધિકારી છે તેમને સુપર સીટ કરવામાં આવતા નથી.

10 દિવસમાં થઇ શકે છે બઢતી અને બદલીના ઓર્ડર

10 દિવસમાં એવુ પણ માનવામાં આવે છે કે નવા CP તરીકે પણ વિકાસ સહાયની જ વરણી કરવામાં આવશે. તે પહેલા અમદાવાદ, સુરતના જે પોલીસ કમિશનર છે તેમના નામોમાં ફેરફાર થઇ શકે છે, એટે કે તેમની ટ્રાન્સફર થઇ શકે છે. ત્યાં સુધીમાં UPSCની બેઠક મળશે. ત્યારબાદ 10 દિવસ બાદ સત્તાવાર રીતે DG તરીકે પણ વિકાસ સહાયનું નામ આવે તેવુ હાલમાં જોવા મળી રહ્યુ છે.

Related posts

ફરી એકવાર ATSએ મુંદ્રા પોર્ટ પરથી પકડ્યું 350 કરોડનું હેરોઇન

Mukhya Samachar

કુખ્યાત આરોપીને પકડવા સર્જાયા ફિલ્મી દ્રશ્યો! 12 પોલીસ કર્મીઓ કાર પર ધોકા લઈને તૂટી પડ્યા, મહામહેનતે આરોપી પકડાયા

Mukhya Samachar

રાજકોટની પાઇનવિન્ટા હોટેલમાં ચોથા માળેથી અઢી વર્ષની બાળકી પડી નીચે: હોસ્પિટલમાં સારવાર હેઠળ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy