Mukhya Samachar
Business

સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સ ખુલતાની સાથે 700થી વધુ પોઈન્ટ તૂટ્યો!

The Sensex opened more than 700 points lower on the first day of the week
  • સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો
  • સેન્સેક્સ ખુલતાની સાથે જ 700થી વધુ પોઇન્ટે તૂટ્યો
  • નિફ્ટી પણ 16950ની નીચે ગયો

The Sensex opened more than 700 points lower on the first day of the week

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 16950 ની નીચે ગયો છે અને તેમાં લગભગ 1.4 ટકાનો ઘટાડો છે. આ સાથે જ સેન્સેક્સે 57,000 ના મહત્વપૂર્ણ સ્તરને તોડી નાખ્યું છે અને તે 56,512ના સ્તરે દેખાઈ રહ્યું છે.
આજે બજારની શરૂઆત કડાકા સાથે થઇ છે, અને પ્રી-ઓપનિંગમાં જ તેનો સંકેત મળી ગયો હતો. શુક્રવારે અમેરિકન બજારોમાં આવેલા ઘટાડા અને આજે એશિયાઈ બજારોની નબળાઈની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહી છે.

આજના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં BSE સેન્સેક્સ 439.51 પોઈન્ટના ઘટાડા સાથે 56757.64 પર ખુલ્યો હતો. શુક્રવારે તે 57197 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ આજે NSE નો નિફ્ટી 162.9 પોઈન્ટના ઘટાડા સાથે 17009.05 પર ખુલ્યો અને શુક્રવારે તે 17171 ના સ્તર પર બંધ થયો હતો.આજની ટ્રેડિંગ સફરમાં શરૂઆતની થોડીક મિનિટો બાદ નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 શેરો લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યાં છે.

The Sensex opened more than 700 points lower on the first day of the week

બેન્ક નિફ્ટીની વાત કરીએ તો 146 અંક એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે 35897 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજના સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો ઓટો સિવાય અન્ય તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. સૌથી વધારે રિયલ્ટી શેરોમાં 2.31 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ સેક્ટરમાં 2.08 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આઇટી શેરોમાં 1.80 ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. એ સિવાય FMCG શેર પણ 1.78 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.

Related posts

SBI અને HDFC બેંકે કરોડો ગ્રાહકો માટે બદલ્યા નિયમો, નહીં જાણશો તો થશે નુકસાન

Mukhya Samachar

ભારતની ઉભરતી ઈકોનોમી: વર્લ્ડ કોમ્પિટિટીવનેસ ઈન્ડેક્સમાં 6 ક્રમ વધી પહોંચ્યું 37માં સ્થાને

Mukhya Samachar

અમેરિકન કંપનીઓના શેર્સમાં ગુજરાતીઓનું રોકાણ વધ્યું! વાર્ષિક 1 હજાર કરોડનું રોકાણનો અંદાજ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy