Mukhya Samachar
Gujarat

ચૂંટણી પૂર્વે પોલીસ વિભાગમાં બદલીઓનો દોર યથાવત! રાજ્યના 27 બિન હથિયારી PIની બદલી,

The series of transfers in the police department continues before the election! Transfer of 27 non-armed PIs of the state,

ગુજરાતમાં આજકાલમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. ત્યારે ચૂંટણી પહેલા રાજ્યમાં સતત બદલીનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે. એવામાં ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં બિન હથિયારી 27 PIની બદલી કરવામાં આવી છે. એ માટે ખુદ રાજ્ય પોલીસવડાએ બદલીના આદેશ આપ્યા છે.

ગૃહવિભાગે તાજેતરમાં જ રાજ્યમાં 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા. આ અગાઉ બિન હથિયારી 76 DySPની બદલી કરાઇ હતી. એ પહેલાં મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અગાઉ 7 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના મહેસૂલ વિભાગે આદેશ આપ્યા હતા. તદુપરાંત 42 ડે. કલેક્ટરની બદલી તેમજ 26 મામલતદારોને પણ બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરાઇ હતી.

 

Related posts

ભગવાન જગન્નાથ પોલીસની અભેદ સુરક્ષા સાથે નીકળશે નગરયાત્રાએ: જાણો કેવી સુરક્ષા કરાઇ છે ઊભી

Mukhya Samachar

જામનગર અને દ્વારકામાં ગાય સહિતના પશુઓના આરોગ્ય સામે જોખમ ખેડાયું

Mukhya Samachar

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળશે! આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy