Mukhya Samachar
Gujarat

દાહોદથી રાધનપુર જતી એસટી બસમાં આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોટયા

The ST bus going from Dahod to Radhanpur caught fire and injured the passengers
  • દાહોદથી રાધનપુર જતી એસટી બસમાં લાગી આગ
  • લાગતા મુસાફરોમાં અફરાતફરી સર્જાઈ હતી
  • સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી: આગ કાબુમાં આવી

The ST bus going from Dahod to Radhanpur caught fire and injured the passengers

મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા નગરમાંથી પસાર થતી એસટીબસમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમયસુચકતાથી મૂસાફરો બસની બહાર નીકળી જતાને કોઈ જાનહાની થઈ નથી.ફાયર ફાયટર દ્વારા પણ આવીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવામા આવ્યો હતો. લુણાવાડાનગરમા આવેલી એસ.કે.હાઈસ્કુલ પાસેથી મુસાફરો ભરીને દાહોદથી રાધનપુર તરફ જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવર સાઈડના ગીયર પાસે એકાએક ધુમાડો નીકળવા લાગ્યોહતો. બસમાં  ડ્રાઈવરે બસને તરત જ રોડની એક તરફ ઉભી રાખી દીધી હતી,ધુમાડા નીકળતા બસમા બેઠેલા મુસાફરોમાં ગભરાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

The ST bus going from Dahod to Radhanpur caught fire and injured the passengers

ડરના કારણે મુસાફરો પોતાનો સામાન ફેકીને બસની બારીમાંથી કુદી પડ્યા હતા.આગ વધુ સ્વરૂપ પકડે તે પહેલા રોડની આસપાસ આવેલી દુકાનના વેપારીઓ પાણીના જગ વડે આગ પણ છટંકાવ કરીને આગને ઓલવાનો પ્રયાસ કર્યો હતો. એસટી બસમાં આગ લાગી હોવાની જાણ ફાયર ફાયટર વિભાગને કરવામા આવી હતી.અને બનાવ સ્થળ પર આવીમે આગ પર છાટીને કાબુ મેળવ્યો હતો. એસટીબસમા આગ લાગવાનુ પ્રાથમિક કારણ હાલ જાણવા મળ્યુ નથી.બનાવને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પણ સમયસુચકતાને પગલે આગ બસને વધુ ઝપેટમાં લે તે પહેલા કાબુ મેળવી લેવામા આવ્યો હતો.જેના પગલે મુસાફરોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થતાં ટળી! લિફ્ટ ખોટકાતા 15 લોકો ફસાતા રેસક્યું કરાયું

Mukhya Samachar

રાજકોટ ગોંડલ રોડ પર આવેલ બાઇકના શો રૂમમાં લાગી ભીષણ આગ! અનેક વાહનો બળીને ખાખ

Mukhya Samachar

ગુજરાતમાં શુક્રવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી! સૌરાષ્ટ્રમાં અપાયું રેડ એલર્ટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy