Mukhya Samachar
National

નાની ઉંમરે બાળકોને શાળાએ મોકલવા પર સુપ્રીમ કોર્ટે આવી ચિંતા કરી વ્યક્ત! જાણો શું કહ્યું કોર્ટે

The Supreme Court expressed such concern over sending children to school at an early age! Find out what the court said
  • બાળકોને નાની વયે સ્કૂલમાં ન મોકલો: સુપ્રીમ કોર્ટ
  • સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસરઃ સુપ્રીમ કોર્ટ
  • મેન્ટલ હેલ્થના હિતમાં બાળકોને નાની વયે સ્કૂલમાં મોકલવા જોઈએ નહીં.

The Supreme Court expressed such concern over sending children to school at an early age! Find out what the court said

આજે મોટાભાગના વાલીઓ તેમના સંતાનનો સ્કૂલમાં ભણવાની ઉંમર થાય તે પહેલા જ નર્સરી કે પ્લેગ્રુપમાં મોકલતા હોય છે. જેના કારણે ઘણા બાળકોનો વિકાસ પણ રૂંધાતો હોય છે. બાળકોની નાની વયે સ્કૂલમાં મોકલતા વાલીઓને લઈ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરીને કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, મેન્ટલ હેલ્થના હિતમાં બાળકોને નાની વયે સ્કૂલમાં મોકલવા જોઈએ નહીં. માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક બે વર્ષનું થતાં જ સ્કૂલે જવા લાગે પરંતુ તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે આ ટિપ્પણ કરી છે.

 

The Supreme Court expressed such concern over sending children to school at an early age! Find out what the court said

પીઠે આગામી શૈક્ષણિક સત્રથી કેન્દ્રીય સ્કૂલોમાં ધો.1માં પ્રવેશ માટે છ વર્ષની લઘુત્તમ વય મર્યાદાના નિયમને પડકારતી એક-પિતાની અરજી પર સુનાવણી કરતાં આમ કહ્યું હતું. માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં 11 એપ્રિલના આદેશને પડકારતાં કહ્યું કે, કેન્દ્રીય વિદ્યાલય સંગઠને માર્ચ 2022માં એડમિશન પ્રોસેસ શરૂ થયાના ચાર દિવસ પહેલા જ ધો.1થી છ વર્ષના બાળકો માટે અચાનક પ્રવેશના માપદંડ બદલ્યા હતા. જૂનો માપદંડ પાંચ વર્ષનો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન આગળ કહ્યું, બાળકોને સ્કૂલે મોકલવાની યોગ્ય ઉંમરને લઈ રિસર્ચ કરવામાં આવ્યું છે. બાળોકને સ્કૂલ મોકલવામાં જબરદસ્તી ન કરો, તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

The Supreme Court expressed such concern over sending children to school at an early age! Find out what the court said

કોર્ટે માતા-પિતાના ગ્રુપ તરફથી હાજર રહેલા વકીલને જણાવ્યું, દરેક માતા-પિતાને લાગે છે કે તેમનું બાળક પ્રભાવશાળી છે. કોઈપણ ઉંમરે ભણવા બેસી શકે છે. જે બાદ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું, 21 રાજ્યોએ એનઈપી અંતર્ગત પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે છ વર્ષની વયમર્યાદા લાગુ કરી છે, જે 2020માં અમલમાં આવી હતી અને તેને પડકારવામાં આવી નથી. જે બાદ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના આદેશની પુષ્ટિ કરતાં અપીલ ફગાવી દીધી હતી.

Related posts

વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતીન સાથે આ મુદ્દે થઈ ટેલિફિનિક વાતચીત

Mukhya Samachar

ચોંકાવનારો રિપોર્ટ! દેશમાં માત્ર 2 ટકા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે છે

Mukhya Samachar

NIAએ આતંકવાદી-ગેંગસ્ટર-ડ્રગ સ્મગલરના નેટવર્કને આપ્યો મોટો ફટકો, દિલ્હી-હરિયાણામાં 5 મિલકતો કરી જપ્ત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy