Mukhya Samachar
National

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ વધારવા સુપ્રીમકોર્ટે આપી મંજૂરી

The Supreme Court has given permission to extend the tenure of BCCI President Sourav Ganguly and Secretary Jai Shah

સુપ્રીમ કોર્ટે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ વધારવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને તેના બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને બીજા હોદ્દેદારોના કાર્યકાળ માટે નિયમોમાં ફેરફાર કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી કરી રહી હતી. સુનાવણી બાદ સુપ્રીમે એવો ચુકાદો આપ્યો કે અમારુ માનવું છે કે બીસીસીઆઈના બંધારણમાં ફેરફાર કરતી વખતે મૂળ હેતુમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. સુપ્રીમના ચુકાદા બાદ હવે અધ્યક્ષ પદે ગાંગુલી અને સેક્રેટરી પદ જય શાહનો કાર્યકાળ 3 વર્ષ સુધી વધી શકે છે.

The Supreme Court has given permission to extend the tenure of BCCI President Sourav Ganguly and Secretary Jai Shah
બીસીસીઆઇ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે, “હાલના બંધારણમાં કુલિંગ પીરિયડની જોગવાઈ છે. જો હું એક ટર્મ માટે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને સતત બીજી ટર્મ માટે બીસીસીઆઇનો હોદ્દો ધરાવતો હોઉં તો મારે કૂલિંગ ઓફ પિરિયડમાંથી પસાર થવું પડશે. બંને સંસ્થાઓ અલગ અલગ છે અને તેમના નિયમો પણ અલગ છે અને પદાધિકારીની સતત બે ટર્મ તળિયાના સ્તરે નેતૃત્વ બનાવવા માટે ખૂબ જ ટૂંકી છે.

સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને તેના બંધારણમાં સુધારા-વધારા કરવાની મંજૂરી આપી હોવાથી સૌરવ ગાંગુલી અને જય શાહ બીસીસીઆઈના અધ્યક્ષ અને સેક્રેટરી પદે હજુ બીજા 3 વર્ષ ચાલુ રહેશે.

Related posts

વડાપ્રધાન મોદી મંગળવારે મહાકાલના પૂજાની સાથે મહાકાલ લોકનું કરશે ઉદ્ઘાટન

Mukhya Samachar

આસામ રાઈફલ્સ દ્વારા મોટી કાર્યવાહી, મ્યાનમારના 4 નાગરિકોની ધરપકડ, મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો જપ્ત

Mukhya Samachar

ભારતીય નૌકાદળે સ્વર્ગસ્થ જનરલ બિપિન રાવતને અર્પણ કરી શ્રદ્ધાંજલિ , તેમની યાદમાં બે ટ્રોફીની કરી જાહેરાત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy