Mukhya Samachar
National

ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા

earthquake
  • ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
  • ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધવામાં આવી
  • દિલ્હી નોઇડામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા

ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.એક  ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, ઉત્તરકાશીમાં 39 કિમી પૂર્વમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધવામાં આવી હતી.  ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ કેટલીય જગ્યા પર લોકો ઘરમાંથી બહાર નિકળી ગયા હતા. દિલ્હી એનસીઆરના નોઈડામાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા. જમ્મુના કેટલાય જિલ્લામાં પણ લોકોએ ધરતી કંપન અનુભવ્યું હતું. ભૂકંપના ઝટકા અનુભવાય ત્યારે એકદમ ગભરાવવું નહીં, સૌથી પહેલ આપ કોઈ પણ બિલ્ડીંગમાં હોવ તો, ત્યાંથી બહાર નિકળી ખુલ્લામાં આવી જાવ.

earthquke
The tremors were felt in Uttarakhand this morning

બિલ્ડીંગની નીચે ઉતરતા લિફ્ટનો ક્યારેય પણ ઉપયોગ કરવો નહીં. ભૂકંપના સમયે તે ખતરનાક સાબિત થઈ શકે છે. તો વળી જો બિલ્ડીંગની નીચે ઉતરવાનું શક્ય ન હોય તો, પછી આજૂબાજૂના કોઈ મેજ, ઉંચી ચોકી અથવા બેડની નીચે છુપાઈ જાવ. ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.

ભૂકંપનો આંચકો આવે ત્યારે વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય. ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે. ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું. દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

Related posts

લો બોલો: બળાત્કારની સજાથી બચવા આરોપી મડદું બની ગયો! થ સર્ટિફિકેટ બનાવડાવ્યું, ચિતા પર ફોટો પણ પડાવ્યો

Mukhya Samachar

પક્ષી અથડાયા બાદ શારજાહ જતી ફ્લાઈટને રોકવામાં આવ્યું, કોઈમ્બતુર ઈન્ટરનેશનલ એરપોર્ટની ઘટના

Mukhya Samachar

સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ બિલ્કીસ બાનોની અરજી પર કરશે સુનાવણી, આ મામલાને ટૂંક સમયમાં સૂચિબદ્ધ કરવા આવશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy