Mukhya Samachar
CarsGadgets

ઇંતજાર ખતમ! બલેનો ફેસલિફ્ટનું બુકિંગ શરૂ

baleno booking start
  • બલેનો ફેસલિફ્ટનું બુકિંગ શરૂ
  • એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ છે બલેનો
  • કાર ₹11 હજારમાં બુક કરી શકાશે

મારુતિ સુઝુકીની મોસ્ટ અવેટેડ કાર મારુતિ સુઝુકી બલેનોનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ઇન્ડિયન માર્કેટમાં ખૂબ જ પોપ્યુલારિટી અને સક્સેસ મેળવ્યા બાદ કંપની માર્કેટમાં નવી અપડેટેડ બલેનોનું ફેસલિફ્ટ મોડેલ લાવી રહી છે. આ કારને 11 હજાર રૂપિયામાં નેક્સા આઉટલેટ્સ અને વેબસાઈટ પરથી બુક કરી શકાશે. કંપનીએ હજી સુધી આ કારની કિંમતનો ખુલાસો કર્યો નથી.

મારુતિ સુઝુકી આ મહિને તેની સૌથી વધુ વેચાતી પ્રીમિયમ હેચબેક બલેનોનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે. આ કારની ટીઝર ઈમેજ ઈન્ટરનેટ પર લીક થઈ છે, જેમાં લખ્યું છે કે, એક મોટું સરપ્રાઈઝ આવી રહ્યું છે. આ ટીઝરમાં કારનો ફ્રંટ લુક જોવા મળી રહ્યો છે, જ્યાં ફુલ LED હેડલેમ્પ્સ સાથે LED DRL, ક્રોમ ફિનિશ સાથે નવી ગ્રિલ, LED ફોગ લાઇટ્સ, બદલાયેલા એર ડેમ અને નવું બંપર જોવા મળી રહ્યું છે.

baleno booking start
The wait is over! Bole’s Bolilift booking begins

ડિઝાઈનમાં ફેરફાર ઉપરાંત બલેનોમાં નવાં ફીચર્સ અને નવી ટેક્નોલોજી મળવા જઈ રહી છે. કારમાં મોટા ફેરફારો સાથે બલેનો હ્યુન્ડાઈ i20 કરતાં ઘણી વધી જશે. આ કાર મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી પ્રીમિયમ હેચબેક છે અને નવાં મોડેલ સાથે તેના વેચાણમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

નવી મારુતિ સુઝુકી બલેનોનું મેકઓવર થવાનું છે, જેમાં તેનો ફ્રંટ પાર્ટ કર્વી હોવાને બદલે સપાટ હશે. તેમાં હેડલેમ્પ્સ અને અન્ય ડિઝાઈનના LED DRL નવી ગ્રિલને ઘેરી લેતા હોય એવાં જોવાં મળશે. કારનું બોનેટ પણ નવી ડિઝાઇનનું આપવામાં આવી શકે છે. આ ઉપરાંત, પાછળના ભાગમાં પણ મોટા ફેરફારો જોવા મળશે, જેમાં નવું બંપર, રિ-ડિઝાઇન કરેલો ટેલગેટ, બુટલીડ સુધી વિસ્તૃત ટેલલાઈટનો સમાવેશ થશે. નવી કાર સાથે નવી ડિઝાઈનના એલોય વ્હીલ્સ મળવા જઈ રહ્યા છે, જે બલેનોના મોંઘા વેરિએન્ટમાં મળશે.

Related posts

70 કિમીનું ધાસું માઇલેજ આપે છે આ બાઇક! કિમત છે કઈક આટલી

Mukhya Samachar

WhatsApp હવે આ અપડેટ પર કરી રહી છે કામ

Mukhya Samachar

રોયલ એનફિલ્ડ લાવી રહી છે નવા મોડેલ ; જાણો શું હશે તેની કિંમત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy