Mukhya Samachar
Business

વોર ઇફેક્ટ: યુધ્ધને લીધે હીરા ઉદ્યોગની પણ ચિંતા વધી

diamond industry
  • યુધ્ધને લીધે હીરા ઉદ્યોગની પણ ચિંતા વધી
  • રૃપિયાની સામે ડોલર મજબૂત થતાં પરેશાની વધી
  • જૂનાં પેમેન્ટો રોકી રાખવાનું વેપારીઓનું વલણ

રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને કારણે ડોલરના રેટમાં વધારો થવાથી હીરા ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે. ડોલર વધુ ઉછળીને 80 આસપાસ પહોંચે તો, દોઢ-બે મહિના પેમેન્ટ રોકી રાખવાનું વલણ રહેશે. હીરા બજાર પર અસર એ આવી છે કે પોલીશ્ડની નવી ખરીદી અટકી ગઈ છે. યુદ્ધ શરૃ થઈ ગયું હોવાને કારણે પેમેન્ટની ચુકવણીમાં લોકોનું વલણ રાહ જોવાનું રહેશે. કેમકે ડોલર વધવા માંડે એટલે પેમેન્ટ કરવામાં તકલીફ થાય.

diamond industry
The War Effect: The war also raised concerns in the diamond industry

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે તો અને અમેરિકા આ યુધ્ધમાં કૂદી પડે તો પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે, એમ મહિધરપુરા હીરાબજારના કીત શાહે જણાવ્યું હતું. ડોલરનો રેટ વધીને 80 આસપાસ થઇ જશે તો એન્ટવર્પના પેમેન્ટો અટકી જશે. કેમકે, 10થી 15 ટકાનો વધારો હીરા ઉદ્યોગકારો માટે નુકસાની ઉભી કરશે. અત્યારે નિકાસ કામકાજ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની નજર યુધ્ધ ઉપર છે. બે-ચાર દિવસમાં પરિસ્થિતિ કેવી બને છે ? વાતાવરણમાં સુધારો થાય છે કે યુદ્ધ વધુ વકરે છે ? તે અનુસાર કામકાજ આગળ વધશે જોકે યુધ્ધ વધુ ગંભીર બનવાની કિસ્સામાં એન્ટવર્પના પેમેન્ટો દોઢ-બે મહિના માટે સ્થગિત થઈ જશે.

Related posts

દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી

Mukhya Samachar

અદાણી હવે ગ્રીન એનર્જીમાં કરશે મોટું રોકાણ

Mukhya Samachar

ભાડા પર ઓફિસ રાખવાની માંગમાં આવ્યો ત્રણ ગણો ઉછાળો! સૌથી વધુ આ શહેરોમાં છે ડિમાન્ડ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy